લૉકડાઉનની વચ્ચે Jio યૂઝર્સ માટે ખુશખબર, વેલિડીટી વધવાની સાથે 100 મિનિટ ફ્રી મળશે

News18 Gujarati
Updated: March 31, 2020, 4:15 PM IST
લૉકડાઉનની વચ્ચે Jio યૂઝર્સ માટે ખુશખબર, વેલિડીટી વધવાની સાથે 100 મિનિટ ફ્રી મળશે
Reliance Jio યૂઝર્સ 17 એપ્રિલ સુધી 100 મિનિટ કોલિંગ અને 100 SMS ફ્રીમાં કરી શકશે

Reliance Jio યૂઝર્સ 17 એપ્રિલ સુધી 100 મિનિટ કોલિંગ અને 100 SMS ફ્રીમાં કરી શકશે

  • Share this:
મુંબઈઃ રિલાયન્સ જિયો (Reliance Jio) તરફથી પોતાના તમામ યૂઝર્સ માટે '10x benefits'ની જાહેરાત કરી છે. આ પહેલથી રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને દેશના કોઈ પણ ખૂણે કોલિંગ કરવા માટે 100 મિનિટ ફ્રી આપશે. આ ઉપરાંત 17 એપ્રિલ સુધી દરેક જિયો યૂઝર્સને 100 મફત SMS પણ મળશે. જયારે સમગ્ર દેશ લૉકડાઉન (Lockdown)નો સામનો કરી રહ્યો છે ત્યારે રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સે આ પહેલથી મોટી રાહત આપી છે. લૉકડાઉનના કારણે ઓફલાઇન રિટેલ સ્ટોર કે રિલાયન્સ સ્ટોર પર જઈને રિચાર્જ નહીં કરાવી શકનારા યૂઝર્સ માટે આ મોટા રાહતના સમાચાર છે. આ ઉપરાંત, જેમનું રિચાર્જ પેક એક્સપાયર થઈ ગયું છે તેમને પણ 17 એપ્રિલ સુધી કોઈ અડચણ વગર ઇનકમિંગ કૉલ્સ ચાલુ રહેશે.

જિયોના મોટાભાગના ગ્રાહક પોતાના માટે ઘરના સભ્યો અને મિત્રોને રિચાર્જ ઓનલાઇન કરાવતાં હોય છે. પરંતુ લૉકડાઉનના કારણે રિટેલ એટલે કે દુકાનથી રિચાર્જ કરાવનારા ગ્રાહકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેને જ ધ્યાનમાં રાખતા જિયોએ રિચાર્જ કરાવવાના વિકલ્પ પણ રજૂ કર્યા છે. જેમાં UPI, ATM, SMS, Call સામેલ છે.

આ પણ વાંચો, કોરોના સંકટઃ 50 લાખ લોકોનાં ભોજનની વ્યવસ્થા કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

પરંતુ, આ બધી પ્હેલા છતાંય જોવામાં આવ્યું છે કે આ મુશ્કેલ સમયમાં જિયોફોન ગ્રાહકોને ઘણી પરેશાની થઈ રહી છે અને તેઓ રિચાર્જ નથી કરાવી શકતા. તેને જોતાં જિયોએ ખાસ ઓફર રજૂ કરી JioPhoneના યૂઝર્સને આ રાહત આપી છે.

કોરોના વાયરસની વિરુદ્ધ શરૂ કર્યું કેમ્પેન

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ (Coronavirus)થી લડવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક કેમ્પેન #CoronaHaaregaIndiaJeetega શરૂ કર્યું છે. દેશભરના લોકોમાં એ વાતનો ડર છે કે ક્યાં તેઓ પણ કોરોના વાયરસ થી સંક્રમિત ન થઈ જાય. દુનિયાભરની હૉસ્પિટલો COVID-19થી સંક્રમિત દર્દીઓથી છલકાઈ રહી છે એન તેની તપાસ પણ તમામ માટે ઉપલબ્ધ કરાવવી મુશ્કેલ છે. એવામાં રિલાયન્સ જિયોએ MyJio Appમાં અનેક નવા ફીચર્સ જોડ્યા છે, જેનાથી વાયરસના લક્ષણની તપાસ તમે જાતે સરળતાથી કરી શકો છો. (ડિસ્ક્લેમરઃ ગુજરાતી ન્યૂઝ18 ડૉટ કૉમ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)

આ પણ વાંચો, લૉકડાઉનમાં TVના દર્શકો માટે સારા સમાચાર, ફ્રી થઈ તમારી મનપસંદ આ 4 પેઇડ ચેનલ
First published: March 31, 2020, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading