JioPhone Next: દેશના સૌથી સસ્તા 4G સ્માર્ટફોનમાં તમને મળશે આ સાત ફીચર

જિયોફોન નેક્સટમાં 13 મેગાપિક્સલ કેમેરો હશે.

JioPhone next: જિયોએ આ વર્ષે આયોજિત 44મી AGMમાં પોતાના નવા સ્માર્ટફોન JioPhone Next પરથી પડદો ઊંચક્યો હતો.

  • Share this:
    મુંબઈ: જિયોફોન નેક્સ્ટ (JioPhone Next) ક્યારે લૉંચ થશે તેને લઈને અટકળો ચાલી રહી છે. આ દરમિયાન રિલાયન્સ તરફથી ‘Making of JioPhone Next’ વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. આ ફોન દિવાળી પર લોંચ થઈ શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે દિવાળીના દિવસે એટલે કે ચોથી નવેમ્બરના રોજ આ સ્માર્ટફોન લૉંચ કરવાની સાથે સાથે કિંમત અને ક્યારથી બજારમાં ઉપલબ્ધ બનશે તેની જાણકારી આપવામાં આવશે. જોકે, કંપની તરફથી આ મામલે કંઈ જ માહિતી આપવામાં આવી નથી.

    સૌથી સસ્તો 4G સ્માર્ટફોન

    જિયોએ આ વર્ષે આયોજિત 44મી AGMમાં પોતાના નવા સ્માર્ટફોન JioPhone Next પરથી પડદો ઊંચક્યો હતો. આ સ્માર્ટફોનને Jioએ Google સાથે મળીને તૈયાર કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્માર્ટફોન સૌથી ઓછી કિંમતવાળો 4G સ્માર્ટફોન હશે. પહેલા આ ફોન 10મી સપ્ટેમ્બરના રોજ લૉંચ કરવામાં આવનાર હતો. જોકે, કોઈ કારણોસર તેનું લૉંન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું.

    ફોનની કિંમત

    કંપની પહેલા જ એવું કહી ચૂકી છે કે આ ફોન સૌથી સસ્તો 4G સ્માર્ટફોન હશે. જોકે, કિંમતની જાણકારી લૉંચ થયાના દિવસે જ જાણી શકાશે.

    મેકિંગ ઑફ જિયોફોન નેક્સ્ટ (Making of JioPhone Next)

    કંપનીએ ફોન લૉંચ કરતા પહેલા જિયોફોન નેક્સ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો (Making of JioPhone Next) છે તેનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જિયોએ ભારપૂર્વક કહ્યું છે કે, "જિયોફોન નેક્સ્ટ મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયન્સ છે." એટલે કે આ ફોન ભારતમાં જ, ભારતીયો દ્વારા અને ભારતના લોકો માટે બન્યો છે.

    ફોનના ફીચર્સ:

    વીડિયોમાં જોઈ શકાય છે કે આ ફોનમાં પાછળની બાજુએ 13 મેગાપિક્સલનો કેમેરો હશે. આ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. વીડિયોમાં જોઈ શકાય છે કે જિયોફોન નેક્સ્ટ (JioPhone Next) પ્રગતિ ઓએસ (Pragati OS) પર કામ કરશે, જેને એન્ડ્રોઇડ OS તરફથી બનાવવામાં આવી છે.

    રિલાયન્સ જિયો તરફથી એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે ફોનનાં Qualcomm મોબાઇલ પ્રોસેસર હશે. આ ફોનના અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં વોઇસ આસિસ્ટન્ટ હશે. જેના મદદથી યૂઝર્સ સરળતાથી ડિવાઇસ ઓપરેટ કરી શકશે.

    આ ફોનમાં ‘Read Aloud’ નામનું પણ એક ફીચર હશે. જેની મદદથી સ્ક્રીન પર રહેલી વસ્તુને ડિવાઇસ જાતે જ રીડ કરશે. આ ઉપરાંત ફોનમાં 'ટ્રાન્સલેટ' નામનું ફીચર હશે, જે યૂઝર્સની સ્ક્રિન પર રહેલી ટેક્સ્ટને અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરશે.

    આ ફોનના કેમેરામાં વિવિધ ફોટોગ્રાફી મોડ જેવા કે, portrait mode, night mode વગેરે હશે. આ ફોનમાં પ્રી-લોડેડ ગૂગલ એપ્સ હશે. પ્રગતિ ઓએસને પગલે ફોનની બેટરી ખૂબ સારું પર્ફોર્મ કરશે. આ ઉપરાંત આ ફોનમાં ઓટોમેટિક અપડેટ મળશે. જોકે, કંપની તરફથી આ ફોનની કિંમત અને લૉંચિગ તારીખની જાહેરાત નથી કરવામાં આવી.
    Published by:Vinod Zankhaliya
    First published: