Tech News: રિલાયન્સ 10 સપ્ટેમ્બર એટલે કે, ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)ના શુભ અવસર પર JioPhone Next લોન્ચ કરવા જઈ રહી છે. સ્માર્ટફોન (Smartphone) યૂઝર્સ આ ફોનની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. કંપનીએ 24 જૂનના રોજ RILની વાર્ષિક બેઠકમાં સ્માર્ટફોનનું અનાવરણ કર્યું હતું હતું.
JioPhone Next
- રિલાયન્સે ગૂગલની સાથે JioPhone Next ડેવલપ કર્યો છે. આ સ્માર્ટફોન Google અને Jioની એપ્લિકેશનને સપોર્ટ કરશે.
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને CEO મુકેશ અંબાણીએ RIL AGM 2021માં કહ્યું હતું કે, JioPhone Next ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વમાં સૌથી ફાસ્ટ 4G સ્માર્ટફોન હશે.
- જિયોફોન નેક્સ્ટને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના ઓપ્ટીમાઈઝ્ડ વર્ઝન દ્વારા સંચાલિત કરવામાં આવશે. ભારતીય માર્કેટ માટે આ ફોન જિયો અને ગૂગલ દ્વારા સંયુક્ત રૂપે બનાવવામાં આવ્યો છે.
- આ સ્માર્ટફોનમાં વોઈસ આસિસ્ટન્ટ, ઓટોમેટીક રીડ એલાઉડ સ્ક્રીન સ્ક્રીન ટેક્સ્ટ, લેંગ્વેજ ટ્રાન્સલેશન, ઓગમેન્ટેડ ફિલ્ટર સાથે સ્માર્ટ કેમેરા જેવા ફીચર આપવામાં આવ્યા છે.
- AGM દરમિયાન Googleના CEO સુંદર પિચાઈએ RILના શેરધારકોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ સ્માર્ટફોનમાં ભાષા અને ટ્રાન્સલેશનનું ફીચર આપવામાં આવ્યું છે. ઉપરાંત ગ્રેટ કેમેરા અને લેટેસ્ટ એન્ડ્રોઈડ અપડેટનું ફીચર આપવામાં આવ્યું છે.
- JioPhone Nextમાં માત્ર એક બટન ટેપ કરવાથી ભાષા વાંચી શકાશે. આ ઓપરેટિંગ સિસ્ટમમાં તમે બોલીને અનુવાદ કરી શકો છો. જેનાથી આ ફીચરને વેબ પેજ, એપ્સ સહિત તેમની ફોનની સ્ક્રીન પર કોઈપણ ટેક્સ્ટ સાથે કામ કરવાની મંજૂરી મળે છે.
- આ સ્માર્ટફોનમાં તમે બોલીને વેધર અપડેટની સાથે સાથે, તમે Google આસિસ્ટન્ટને Jio Saavn પર મ્યુઝીક પ્લે કરવા માટે તથા My Jio પર તમારુ બેલેન્સ ચેક કરવા માટે પણ કહી શકો છો.
- JioPhone Nextમાં કેમેરા ફીચર્સમાં HDR મોડ જેવા ફીચર પણ શામેલ છે.
- હજી JioPhone Nextની કિંમત અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ સ્માર્ટફોન વિશ્વ સ્તરે સૌથી વધુ અફોર્ડેબલ 4G phone હશે.
નોંધ- મની કંટ્રોલ નેટવર્ક 18નો ભાગ છે. નેટવર્ક 18ને ઈન્ડિપેન્ડેન્ટ મીડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. જેમાંથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક લાભાર્થી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર