નવી દિલ્લી: અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની નવી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)એ તેના એફોર્ડેબલ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટનું (jioPhone next) લોન્ચિંગ મુલતવી રાખ્યું છે. કંપનીએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જિયોફોન હાલમાં પરીક્ષણના અદ્યતન તબક્કામાં છે અને દિવાળીના તહેવારોની સિઝન પહેલા બજારમાં લોન્ચ કરવામાં (jioPhone next launched ahead of diwali) આવશે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જીઓ અને ગૂગલે વધુ સુધારણા માટે મર્યાદિત યુઝર્સ સાથે જિયોફોન નેક્સ્ટનું પરીક્ષણ શરૂ કર્યું છે. દિવાળી સુધીના આ વધારાના સમયના કારણે વર્તમાન સેમિકન્ડક્ટરની અછતને ઘટાડવામાં પણ મદદ મળશે.
જિયોફોન નેક્સ્ટ લોન્ચ કરવા માટે એકબીજા સાથે ભાગીદારી કરી ચૂકેલા રિલાયન્સ જિયો અને ગૂગલે જાહેરાત કરી છે કે, તેમણે મેડ-ફોર-ઇન્ડિયા સ્માર્ટફોન લોન્ચ કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જિયો અને ગૂગલ દ્વારા સંયુક્ત રીતે જિયોફોન નેક્સ્ટને ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે અને તે એન્ડ્રોઇડ પર આધારિત ઓપ્ટિમાઇઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમનું પ્રથમ ડિવાઇસ હશે.
પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, બંને કંપનીઓએ વધુ સુધારણા માટે મર્યાદિત યુઝર્સ સાથે જિયોફોન નેક્સ્ટનું પરીક્ષણ શરૂ કર્યું છે અને દિવાળી તહેવારોની સિઝનમાં તે સમયસર ઉપલબ્ધ કરાવવા માટે સક્રિય પણે કામ કરી રહી છે. આ વધારાનો સમય વર્તમાન વૈશ્વિક સ્તરે સર્જાયેલી સેમિકન્ડક્ટરની અછતને ઘટાડવામાં પણ મદદ કરશે
ઉલ્લેખનીય છે કે, આ ફોન તા. 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થાય તેવી શક્યતા હતી. તેની જાહેરાત જૂનમાં રિલાયન્સ AGM 2021 દરમિયાન કરવામાં આવી હતી. AGMમાં રિલાયન્સ જિયોએ જાહેરાત કરી હતી કે, કંપની જિયો 5જી સોલ્યુશન્સ અને જિયો સાવન, જિયોમાર્ટ અને અન્ય જેવી તેની સર્વિસને પાવર આપવા માટે ગૂગલ ક્લાઉડનો ઉપયોગ કરશે.
જિયોફોન નેક્સ્ટ ગૂગલના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે અને જે લોકો 2Gથી 5G કનેક્ટિવિટીમાં અપગ્રેડ કરવા માંગે છે તેમના માટે આ ફોન શ્રેષ્ઠ રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. જિયોફોનમાં એન્ડ્રોઇડ અને પ્લે સ્ટોર પર આધારિત ઓપ્ટિમાઇઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ્સ છે. જિયોફોન નેક્સ્ટ ઓછી કિંમતનો સ્માર્ટફોન હોવાનો અંદાજ છે. જોકે તેની કિંમત હજી જાહેર થઈ નથી. જિયોફોન નેક્સ્ટ ગૂગલ આસિસ્ટન્ટ, ઓટોમેટિક રીડ-એબાઇડ અને કોઈપણ ઓન-સ્ક્રીન ટેક્સ્ટ માટે ટ્રાન્સલેશન, સ્માર્ટ કેમેરા સહિતના ફીચર્સ મળી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર