Home /News /tech /JioPhone Next price: જિયોફોન નેક્સ્ટની કિંમત જાહેર, જાણો ફીચર અને કેવી રીતે મેળવી શકાશે
JioPhone Next price: જિયોફોન નેક્સ્ટની કિંમત જાહેર, જાણો ફીચર અને કેવી રીતે મેળવી શકાશે
જિયોફોન નેક્સ્ટ દિવાળી પર લૉંચ થશે.
JioPhone next price reveled: રિલાયન્સે આ વર્ષે આયોજિત 44મી AGMમાં પોતાના નવા સ્માર્ટફોન JioPhone Next પરથી પડદો ઊંચક્યો હતો. આ સ્માર્ટફોનને Jioએ Google સાથે મળીને તૈયાર કર્યો છે.
મુંબઈ: જિયોફોન નેક્સ્ટ (JioPhone Next price revealed)ની કિંમતનો ખુલાસો થઈ ગયો છે. રિલાયન્સ તરફથી જણાવવામાં આવ્યું છે કે આ ફોન ફક્ત 1,999 રૂપિયા આપીને મેળવી શકાય છે. બાકીની રકમ 18 અથવા 24 મહિનાના માસિક હપ્તાથી ચૂકવી શકાશે. આ ફોન દિવાળીથી ઉપલબ્ધ બનશે. આ માટે તમારે રજિસ્ટ્રેશન (Registration for JioPHone next)કરાવવું પડશે. રિલાયન્સ જિયોના સૌથી સસ્તો સ્માર્ટફોન (Smartphone) ગણાવવામાં આવી રહ્યો છે. જિયોફોન નેક્સનું નિર્માણ ગૂગલ (Google) અને જિયોએ સાથે મળીને કર્યું છે.
આવી રીતે મેળવો જિયોફોન નેક્સ્ટ:
જો તમે જિયોફોન નેક્સ્ટ લેવા માંગો છો તો તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમે તમારા નજીકના જિયોમાર્ટ ડિજિટલ રિટેલર અથવા WWW.JIO.COM/NEXT વેબસાઇટની મુલાકાત લો અથવા વોટ્સએપ નંબર 70182-70182 પર 'Hi' લખીને મોકલી શકો છો. એક વખત તમને કન્ફર્મેશન મળ્યા બાદ તમારે નજીકના જિયોમાર્ટ રિટેલર પાસે જઈને ફોન મેળવી લેવાનો રહેશે.
ફોન ખરીદી માટે વિવિધ પ્લાન:
જિયોફોન નેક્સ્ટ તમે 1999 રૂપિયા આપીને મેળવી શકો છો. બાકીની રકમ તમારે ઈએમઆઈથી ચૂકવવાની રહેશે આ માટે કંપની તરફથી વિવિધ પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. જો તમે કોઈ જ પ્લાન વગર જિયોફોન નેક્સ્ટ લેવા માંગો છો તો તેની કિંમત 6,499 રૂપિયા છે.
JioPhone Next માટે વિવિધ EMI પ્લાન
પ્લાન 1: Always on plan
- 24 મહિના માટે દર મહિને 300 રૂપિયા - 18 મહિના માટે દર મહિને 350 રૂપિયા - દર મહિને 5GB ડેટા, 100 મિનિટ ફ્રી
પ્લાન 2: Large Plan
- 24 મહિના માટે દર મહિને 450 રૂપિયા - 18 મહિના માટે દર મહિને 500 રૂપિયા - દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ વોઇસ કૉલ
પ્લાન 3: XL Plan
- 24 મહિના માટે દર મહિને 500 રૂપિયા - 18 મહિના માટે દર મહિને 550 રૂપિયા - દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ વોઇસ કૉલ
પ્લાન 4: XXL Plan
- 24 મહિના માટે દર મહિને 550 રૂપિયા - 18 મહિના માટે દર મહિને 600 રૂપિયા - દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ વોઇસ કૉલ
દિવાળી પર લૉંચ થશે જિયોફોન નેક્સ્ટ: સુંદર પિચાઈ
તાજેતરમાં જ ગૂગલના સીઈઓ (Google CEO Sundar Pichai) સુંદર પિચાઈએ કહ્યુ હતું કે, "ભારતમાં JioPhone Next દિવાળી સુધી લોંચ થશે. ભારતમાં એવું જોવા મળ્યું છે કે લોકો ફીચર ફોનમાંથી સ્માર્ટફોન તરફ જવા માંગે છે. જિયોફોન નેક્સ્ટ અંગ્રેજીથી ઉપર ઉઠીને લોકોને સ્થાનિક અધિકાર આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ડિજિટલ ટ્રાન્સમિશનનો પાયો નાખશે. ત્રણથી પાંચ વર્ષની અંદર તેનો મોટો પ્રભાવ નજરે પડશે."
આ પહેલા ગત સોમવારે રિલાયન્સ જિયોએ પ્રથમ વખત અધિકારિક રીતે જિયો ફોનની ખાસિયત દર્શાવતો વીડિયો જાહેર કર્યો હતો. આ ફોન જિયો, ગૂગલ અને ક્વાલકૉમ જેવા પાર્ટનરોએ સાથે મળીને બનાવ્યો છે.
સૌથી સસ્તો 4G સ્માર્ટફોન
રિલાયન્સે આ વર્ષે આયોજિત 44મી AGMમાં પોતાના નવા સ્માર્ટફોન JioPhone Next પરથી પડદો ઊંચક્યો હતો. આ સ્માર્ટફોનને Jioએ Google સાથે મળીને તૈયાર કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્માર્ટફોન સૌથી ઓછી કિંમતવાળો 4G સ્માર્ટફોન હશે. પહેલા આ ફોન 10મી સપ્ટેમ્બરના રોજ લૉંચ કરવામાં આવનાર હતો. જોકે, કોઈ કારણોસર તેનું લૉંન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું.
મેકિંગ ઑફ જિયોફોન નેક્સ્ટ (Making of JioPhone Next)
કંપનીએ ફોન લૉંચ કરતા પહેલા જિયોફોન નેક્સ્ટ (JioPhone Next) કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો (Making of JioPhone Next) છે તેનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જિયોએ ભારપૂર્વક કહ્યું છે કે, "જિયોફોન નેક્સ્ટ મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયન્સ છે." એટલે કે આ ફોન ભારતમાં જ, ભારતીયો દ્વારા અને ભારતના લોકો માટે બન્યો છે.
ફોનના ફીચર્સ
વીડિયોમાં જોઈ શકાય છે કે આ ફોનમાં પાછળની બાજુએ 13 મેગાપિક્સલનો કેમેરો હશે. આ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. વીડિયોમાં જોઈ શકાય છે કે જિયોફોન નેક્સ્ટ (JioPhone Next) પ્રગતિ ઓએસ (Pragati OS) પર કામ કરશે, જેને એન્ડ્રોઇડ OS તરફથી બનાવવામાં આવી છે. રિલાયન્સ જિયો તરફથી એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે ફોનનાં Qualcomm પ્રોસેસર હશે. આ ફોનના અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં વોઇસ આસિસ્ટન્ટ હશે. જેના મદદથી યૂઝર્સ સરળતાથી ડિવાઇસ ઓપરેટ કરી શકશે.
Read Aloud ફીચર
આ ફોનમાં ‘Read Aloud’ નામનું પણ એક ફીચર હશે. જેની મદદથી સ્ક્રીન પર રહેલી વસ્તુને ડિવાઇસ જાતે જ રીડ કરશે. આ ઉપરાંત ફોનમાં 'ટ્રાન્સલેટ' નામનું ફીચર હશે, જે યૂઝર્સની સ્ક્રિન પર રહેલી ટેક્સ્ટને અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરશે. આ ફોનના કેમેરામાં વિવિધ ફોટોગ્રાફી મોડ જેવા કે, portrait mode, night mode વગેરે હશે. આ ફોનમાં પ્રી-લોડેડ ગૂગલ એપ્સ હશે. પ્રગતિ ઓએસને પગલે ફોનની બેટરી ખૂબ સારું પર્ફોર્મ કરશે. આ ઉપરાંત આ ફોનમાં ઓટોમેટિક અપડેટ મળશે. જોકે, કંપની તરફથી આ ફોનની કિંમત અને લૉંચિગ તારીખની જાહેરાત નથી કરવામાં આવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર