માનવામાં આવે છે કે જિયોફોન માત્ર ભારતનો જ નહીં, દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન (World's Cheapest Smartphone) હશે. સ્માર્ટફોનમાં ગ્રાહકોને કયા ફીચર આપવામાં આવશે, અહીં તેની જાણકારી આપવામાં આવી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની 44મી વાર્ષિક બેઠક(Reliance 44th AGM) દરમિયાન ગૂગલ સાથે મળીને અલ્ટ્રા અફોર્ડેબલ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ (JioPhone Next) લોન્ચ કર્યો. રિલાયન્સ અને ગૂગલનો આ સ્માર્ટફોન ગણેશ ચતુર્થીના દિવસે 10 સપ્ટેમ્બર 2021ના રોજ બજારમાં આવી જશે. આ સ્માર્ટફોનમાં ગૂગલ અને રિલાયન્સ જીયો (Reliance Jio)ની તમામ એપ્લિકેશન ઓપન થશે અને કામ કરશે. માનવામાં આવે છે કે જિયોફોન માત્ર ભારતનો જ નહીં, દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન (World's Cheapest Smartphone) હશે. સ્માર્ટફોનમાં ગ્રાહકોને કયા ફીચર આપવામાં આવશે, અહીં તેની જાણકારી આપવામાં આવી છે.
જિયોફોન નેક્સ્ટમાં સમયાંતરે એન્ડ્રોઇડ અપડેટ આવશે
જિયોફોન નેક્સ્ટ કટિંગ ટેકનોલોજી(Cutting Edge Technology) અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ (Android OS) ઓપ્ટીમાઈઝ વર્ઝનથી સજ્જ છે. ભારતીય બજાર માટે વિશેષરૂપે બનાવવામાં આવેલ જિયોફોન નેક્સ્ટમાં સ્માર્ટફોન યૂઝર્સ ગૂગલ પ્લે પરથી પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. યૂઝર્સને આ સ્માર્ટફોનમાં સારા કેમેરાની સુવિધા પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં સમયાંતરે એન્ડ્રોઇડ અપડેટ આવશે. અલ્ટ્રા અફોર્ડેબલ સ્માર્ટફોન (Ultra Affordable Smartphone)ને ડેવલપ કરવા માટે ગયા વર્ષે રિલાયન્સ જિયોએ ગૂગલ સાથે કરાર કર્યો હતો.
સૌથી પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ અન્ય દેશોમાં વેચાણ કરવામાં આવશે.
રિલાયન્સ જિયો અને ગૂગલનો આ સ્માર્ટફોન સૌથી પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તે બાદ સમગ્ર દુનિયામાં વેચવામાં આવશે. રિલાયન્સની એજીએમમાં જિયોફોન નેક્સ્ટનો ફોટો રજૂ કરવામાં આવ્યો હતો. તે સાથે આ સ્માર્ટફોનના કેટલાક ફીચર્સ પણ જણાવવામાં આવ્યા. આ ફોનમાં ફુલ ટચ ડિસપ્લે(Display) આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં પાવર અને વોલ્યૂમ બટન જમણી બાજુ આપવામાં આવ્યા છે. આ ફોન વોઈસ આસિસ્ટન્ટને સપોર્ટ કરશે અને સ્માર્ટ કેમેરા પણ ધરાવે છે. આ કેમેરા ઑગમેંટેડ રિયાલિટી (AR)ના રિયાલીટી ફિલ્ટર્સને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોનમાં લેંગ્વેજ ટ્રાન્સલેશનનું પણ ફીચર આપવામાં આવ્યું છે.
(નોંધ- નેટવર્ક 18 અને ટીવી 18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ ઈંડિપેંડેટ મીડિયા ટ્રસ્ટ કરે છે જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર