Home /News /tech /સૌથી સસ્તા 4G સ્માર્ટફોન JioPhone Next પર મોટું ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવો ઑફરનો ફાયદો
સૌથી સસ્તા 4G સ્માર્ટફોન JioPhone Next પર મોટું ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવો ઑફરનો ફાયદો
જિયોફોન નેક્સ્ટ
મુંબઈ: ગ્રાહકો જિયોફોન નેક્સ્ટ (JioPhone Next)ની ખરીદી રિલાયન્સ ડિજિટલની વેબસાઇટ મારફતે કરી શકે છે. ખાસ વાત એ છે કે અહીંથી ફોનની ખરીદી કરવા પર ગ્રાહકોને ઑફર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળે છે.
મુંબઈ. રિલાયન્સ જિયો (Reliance Jio)નો સસ્તો 4G સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ (JioPhone Next) હવે વેચાણ માટે ઉપલબ્ધ છે. ગ્રાહકો આ 4G ફોનની ખરીદી રિલાયન્સ ડિજિટલની વેબસાઇટમારફતે કરી શકે છે. ખાસ વાત એ છે કે અહીંથી ફોનની ખરીદી કરવા પર ગ્રાહકોને ઑફર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળે છે. જિયોફોન નેક્સ્ટ 6,499 રૂપિયામાં મળે છે. જો ગ્રાહક આ ફોન HDFC બેંક અથવા ICICI બેંક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી ખરીદી કરે છે તો તેમને 5% વધારાની છૂટ આપવામાં આવશે. એટલે કે ગ્રાહકોને આ ફોન પર 324 રૂપિયાનું વળતર મળશે. American Express કાર્ડ પર 7.5% એટલે કે 487 રૂપિયાનું વળતર મળશે.
યસ બેંકના ક્રેડિટ કાર્ડથી આ ફોનની ખરીદી પર 10% એટલે કે 649 રૂપિયાનું મહત્તમ વળતર મળશે. ખાસ વાત એ છે કે આ ફોનની ખરીદી પર એક વર્ષની વોરંટી પણ મળે છે. જિયોફોન નેક્સ્ટને મહિને 305.90 રૂપિયાના EMI પર પણ ખરીદી શકાય છે.
ફોનના ફીચર્સ
આ ફોનમાં પાછળની બાજુએ 13 મેગાપિક્સલનો કેમેરો હશે. આ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. જિયોફોન નેક્સ્ટ (JioPhone Next) પ્રગતિ ઓએસ (Pragati OS) પર કામ કરશે, જેને એન્ડ્રોઇડ OS તરફથી બનાવવામાં આવી છે. રિલાયન્સ જિયો તરફથી એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે ફોનનાં Qualcomm પ્રોસેસર હશે. આ ફોનના અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં વોઇસ આસિસ્ટન્ટ હશે. જેના મદદથી યૂઝર્સ સરળતાથી ડિવાઇસ ઓપરેટ કરી શકશે.
Read Aloud ફીચર
આ ફોનમાં ‘Read Aloud’ નામનું પણ એક ફીચર છે. જેની મદદથી સ્ક્રીન પર રહેલી વસ્તુને ડિવાઇસ જાતે જ રીડ કરશે. આ ઉપરાંત ફોનમાં 'ટ્રાન્સલેટ' નામનું ફીચર છે, જે યૂઝર્સની સ્ક્રિન પર રહેલી ટેક્સ્ટને અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરશે. આ ફોનના કેમેરામાં વિવિધ ફોટોગ્રાફી મોડ જેવા કે, portrait mode, night mode વગેરે છે. આ ફોન પ્રી-લોડેડ ગૂગલ એપ્સ સાથે આવે છે. પ્રગતિ ઓએસને પગલે ફોનની બેટરી ખૂબ સારું પર્ફોર્મ કરશે. આ ઉપરાંત આ ફોનમાં ઓટોમેટિક અપડેટ મળશે. જોકે, કંપની તરફથી આ ફોનની કિંમત અને લૉંચિગ તારીખની જાહેરાત નથી કરવામાં આવી.
ફોન ખરીદી માટે વિવિધ પ્લાન:
જિયોફોન નેક્સ્ટ તમે 1,999 રૂપિયા આપીને મેળવી શકો છો. બાકીની રકમ તમારે ઈએમઆઈથી ચૂકવવાની રહેશે આ માટે કંપની તરફથી વિવિધ પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. જો તમે કોઈ જ પ્લાન વગર જિયોફોન નેક્સ્ટ લેવા માંગો છો તો તેની કિંમત 6,499 રૂપિયા છે.
- 24 મહિના માટે દર મહિને 550 રૂપિયા - 18 મહિના માટે દર મહિને 600 રૂપિયા - દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ વોઇસ કૉલ
ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર