Home /News /tech /JioPhone Nextની ક્વાલકૉમ ચીપ આપે છે ઓપ્ટિમાઈઝ્ડ કનેક્ટિવીટી અને ટેક્નોલોજી, જાણો સંપૂર્ણ વિગત

JioPhone Nextની ક્વાલકૉમ ચીપ આપે છે ઓપ્ટિમાઈઝ્ડ કનેક્ટિવીટી અને ટેક્નોલોજી, જાણો સંપૂર્ણ વિગત

જિયોફોન નેક્સ્ટમાં ક્વાલકૉમ પ્રોસેસર હશે.

JioPhone Nextના ડેવલપમેન્ટ માટે રિલાયન્સ જિયોએ ગૂગલ (Google) સાથે પાર્ટનરશિપ કરી છે. આ વર્ષે જૂનમાં કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગમાં આ સ્માર્ટફોન અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

મુંબઈ: આ વર્ષે દિવાળી પહેલા દેશના અગ્રણી ટેલીકોમ પ્રોવાઈડર રિલાયન્સ જિયો દ્વારા મેકિંગ ઑફ જિયો ફોન નેક્સ્ટ (Making of Jiophone Next) ફિલ્મ રજૂ કરવામાં આવી છે. તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલા આ શોર્ટ વીડિયોમાં મેડ ઈન ઈન્ડિયા (Made In India) સ્માર્ટફોનના લોન્ચમાં પડદા પાછળની વિગતો દર્શાવવામાં આવી છે. આ શોર્ટ વિડીયોમાં જિયો દ્વારા તેના એન્ડ્રોઇડ બેઝ્ડ પ્રગતિ OS (Pragati OS)અંગે માહિતી આપી છે અને કહ્યું છે કે જિયો ફોન એ બાબતની ખાતરી કરશે કે દેશમાં દરેક વ્યક્તિને સમાન તક અને સમાન ટેક્નોલોજીનો લોભ મળી રહે.

ક્વાલકૉમ  સાથે આવશે ફોન

રિલાયન્સ જિયો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિયો ફોન નેક્સ્ટ ક્વાલકૉમ પ્રોસેસર સાથે આવશે. જિયો ફોન નેક્સ્ટમાં ઓપ્ટિમાઈઝ્ડ કનેક્ટીવિટી, લોકેશન ટેક્નોલોજી, ડિવાઈસના પરફોર્મન્સ, ઓડિયો અને બેટરી ઓપ્ટીમાઈઝેશનના સારા ફંક્શનિંગ માટે ક્વાલકૉમ પ્રોસેસર ઉપયોગી સાબિત થશે. રિલીઝ દરમ્યાન કંપની દ્વારા કહેવામાં આવ્યું કે, જિયો ફોન નેક્સ્ટમાં આપવામાં આવેલા રીચ ફિચર્સ એકદમ નવીનતમ રીતે ટેક્નોલોજી સાથે તાલમેલ કરશે.

ફોનના વિવિધ ફીચર્સ

JioPhone નેક્સ્ટના લોન્ચ પહેલા જાહેર કરાયેલા વીડિયોમાં કંપની દ્વારા સ્માર્ટફોનના કેટલાક સ્માર્ટ ફીચર્સને હાઈલાઈટ કરવામાં આવ્યા હતા, જેમાં વોઈસ આસિસ્ટન્ટ, રીડ અલાઉડ ફિચર, ટ્રાન્સલેટ ફિચર, “Easy and Smart" કેમેરા ફિચર જેવાં ફીચર્સનો સમાવેશ થાય છે.

જિયોફોન નેક્સ્ટમાં ઓટોમેટિક સોફ્ટવેર અપડેટ અને સિક્યોરિટી અપડેટની સુવિધા આપવામાં આવશે. જિયો તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ફોન મેડ ઈન ઈન્ડિયા, મેડ ફોર ઈન્ડિયા અને મેડ બાય ઈન્ડિયન્સ (Made in India, Made for India and Made by Indians) છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે JioPhone નેક્સ્ટની બેટરી લાઈફ સારી છે. પ્રગતિ ઓએસ (Pragati OS) અને ક્વાલકૉમ પ્રોસેસરની મદદથી બેટરી લાઈફ સારી થઈ છે.

" isDesktop="true" id="1145282" >

રિલાયન્સ જિયો અને ગૂગલની પાર્ટનરશીપ

JioPhone Nextના ડેવલપમેન્ટ માટે રિલાયન્સ જિયોએ ગૂગલ (Google) સાથે પાર્ટનરશિપ કરી છે. આ વર્ષે જૂનમાં કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગમાં આ સ્માર્ટફોન અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

ગત સપ્ટેમ્બરમાં જીઓ અને ગૂગલની એક સંયુક્ત પત્રકાર પરિષદમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે લિમિટેડ કસ્ટમર્સની સાથે JioPhone Nextનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફોન દિવાળી સુધીમાં ઉપલબ્ધ કરાવવા માટેની કામગીરી ચાલી રહી હોવાની વાત પણ કરવામાં આવી હતી. JioPhone Next મુકેશ અંબાણી દ્વારા સંચાલિત રિલાયન્સ જિયો તરફથી લોન્ચ કરવામાં આવનાર પહેલો સ્માર્ટફોન હશે.
First published:

Tags: Jio, JioPhone Next, મોબાઇલ, રિલાયન્સ, સ્માર્ટફોન