સસ્તી ઇન્ટરનેટ સેવા માટે JioPhone ને મળ્યો સુપીરિયર પ્રોડક્ટ ઓફ ધ યરનો એવોર્ડ

News18 Gujarati
Updated: January 4, 2019, 10:14 PM IST
સસ્તી ઇન્ટરનેટ સેવા માટે JioPhone ને મળ્યો સુપીરિયર પ્રોડક્ટ ઓફ ધ યરનો એવોર્ડ
સસ્તી ઇન્ટરનેટ સેવા માટે JioPhone ને મળ્યો સુપીરિયર પ્રોડક્ટ ઓફ ધ યરનો એવોર્ડ

એવોર્ડ વિશે જાણકારી આપતા જાપાનના પબ્લિકેશને પોતાની વેબસાઇટ ઉપર લખ્યું છે કે ભારતના આ ફિચર ફોને લો ઇન્કમ યૂઝર્સ માટે ઇન્ટરનેટનો રસ્તો ખોલી દીધો

  • Share this:
પોતાના અફોર્ડેબલ પ્રાઈસ અને ફીચર્સના કારણે રિલાયન્સ જિયોના ફીચર ફોન JioPhone ને 2018માં Nikkei Superior Products and Services Awardsથી સન્માનિત કરાયો હતો. એવોર્ડ વિશે જાણકારી આપતા જાપાનના પબ્લિકેશને પોતાની વેબસાઇટ ઉપર લખ્યું છે કે ભારતના આ ફિચર ફોને લો ઇન્કમ યૂઝર્સ માટે ઇન્ટરનેટનો રસ્તો ખોલી દીધો છે.

વેબસાઇટ પર આગળ લખ્યું છે કે નિકેઈ સુપીરિયર પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસેસ એવોર્ડ્સ એવા ઇનોવેશનને આપવામાં આવે છે જે ફક્ત સારી પ્રોડક્ટસ ન નહીં પણ ટેકનોલોજીની દુનિયામાં નવી ક્રાંતિ પણ કરી હોય.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર 2016માં ફ્રી વોઇસ કોલિંગ અને ડેટા સાથે મોબાઈલ ફોન ઇન્ડસ્ટ્રીઝમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ પછી એક વર્ષ પછી જુલાઈ 2017માં કંપનીએ 1500 રુપિયાના રિફંડેબલ ડિપોઝીટ સાથે ફિચર ફોન 'JioPhone' લોન્ચ કર્યો હતો. JioPhone લોન્ચ થયાના એક વર્ષ પછી જુલાઈ 2018માં તેના 25 મિલિયન યૂઝર્સ થઈ ગયા હતા.

આ પણ વાંચો - JIOની ધમાકેદાર ઓફર, 2019માં રિચાર્જ કરાવો અને 2020 સુધી બધુ ફ્રી

ઉલ્લેખનીય છે કે 1982થી દર વર્ષે નવા પ્રોડક્ટ્સ અને સર્વિસેસને નિકેઈ આ એવોર્ડ આપે છે. નિકેઈના માર્કેટિંગ જર્નલ, નિકેઈ વેરિટોસ, Nikkei.com અને નિકેઈ એશિયન રિવ્યૂ પર આપેલી જાણકારી પ્રમાણે એવોર્ડ મેળવનાર 20000 નવા પ્રોડક્ટ અને સર્વિસેસમાંથી સિલેક્ટ કરવામાં આવી છે.

JioPhone માં તમે Facebook, YouTube અને Google Maps, WhatsAppની મજા સાથે JioTV, JioCinema, JioMusic અને JioChat પર પ્રીમિયમ કન્ટેન્ટનો આનંદ પણ લઈ શકો છો.
First published: January 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...