આજે રાત્રે 12 કલાકથી શરૂ થશે JioPhone 2નો ફ્લેશ સેલ, આ રીતે કરો બુકિંગ
આજે રાત્રે 12 કલાકથી શરૂ થશે JioPhone 2નો ફ્લેશ સેલ, આ રીતે કરો બુકિંગ
આ ફોન Wi-Fi, GPS, બ્લૂટૂથ અને FMથી સજ્જ હશે. JioPhone 2માં 2000mAhની બેટરી હશે, અને આ KAI ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. આમાં ક્વાર્ટી કીપેડ હશે. આ ફોનમાં વોઈસ આસિસ્ટંટ માટે એક ડેડિકેટેડ બટન હશે. આ ફોન 24 ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. સાથે, તે વોઈસ કમાંડને પણ સપોર્ટ કરશે.
'JioPhone 2'ની ફ્લેશ સેલ આજે બપોરે 12 કલાકથી શરૂ થવા જઈ રહી છે. આ ફોનને તમે જીયોની ઓફિશિયલી વેબસાઈટ www.jio.com પરથી ખરીદી શકો છો.
રિલાયન્સ જીયોના 'JioPhone 2'ની રાહ જોવાનું હવે ખતમ થશે. કર્ટી કી-પૈડ વાળો 'JioPhone 2'ની ફ્લેશ સેલ આજે બપોરે 12 કલાકથી શરૂ થવા જઈ રહી છે. આ ફોનને તમે જીયોની ઓફિશિયલી વેબસાઈટ www.jio.com પરથી ખરીદી શકો છો.
આટલી છે કિંમત
આ ફોનની કિંમત રૂ. 2999 છે અને આના ફિચર્ચ પણ શાનદાર છે. જો તમે આ ફોન લેવાનું મન બનાવી રહ્યા છો તો, અમે તમને જણાવીશું તેના ફિચર્ચ શું છે.
શું છે ફિચર્સ?
જીયોના આ નવા ફોનમાં WhatsApp, Facebook અને Youtube જેવા ફિચર હશે. એટલે કે, તમે આ ફોનમાં તમે તમામ વસ્તુની મજા લઈ શકશો. આ ફોનમાં 2.4 ઈંચની ડિસપ્લે રહેશે. ફોનમાં 512MB રેમ હશે. આમાં તમને 4GBનું ઈન્ટરનલ સ્ટોરેજ મળશે, જેને SD કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાશે. જો કેમેરાની વાત કરીએ તો JioPhone 2ના રિયરમાં 2 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે, જ્યારે સેલ્ફી માટે આ મોબાઈલના ફ્રંટમાં VGA કેમેરા હશે.
આ સિવાય તમે 15 ઓગષ્ટથી Jio GigaFiber બ્રોડબેંડ સર્વિસ માટે પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. આ સર્વિસને દેશભરના 1100 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.