રિલાયન્સ પોતાની જિયો ગીગાફાઇબર સર્વિસ 5 સપ્ટેમ્બરે લોન્ચ કરવાનું છે. જિયો ગીગાફાઇબરની જાહેરાત દરમિયાન કંપનીએ આવનારા ગીગાટીવી સેટ-ટૉપ બોક્સ વિશે તમામ જાણકારી આપી હતી જે કસ્ટમર્સને ઓટીટી, લાઇવ ટીવી, વીડિયો કોલિંગ અને ગેમિંગની સુવિધા આપશે. જોકે, કંપનીએ એવું નથી જણાવ્યું કે સેટ-ટોપ બોક્સ કેવા પ્રકારનું દેખાશે.
હવે અમારી પાસે જિયો ફાઇબર હાઇબ્રિડ સેટ-ટૉપ બોક્સનું પહેલું ઓફિશિયલ લુક છે. આ પ્રૉડક્ટની તસવીરોને DreamDTH પર શેર કરવામાં આવી છે જેમાં હાઇબ્રિડ સેટ-ટૉપ બોક્સ ડાર્ક બ્લૂ ફિનિશની સાથે દેખાય છે અને તેની પર જિયોનો લોગો છે. તેમાં કો-એક્સિયલ કનેક્શન સહિત તમામ પોર્ટ્સ જેમકે, HDMI પોર્ટ, ઇથરનેટ RJ45 પોર્ટ, યૂએસબી 2.0 અને યૂએસબી 3.0 પોર્ટ દેખાય છે.
જાહેરાત દરમિયાન કંપનીએ જણાવ્યું કે સેટ-ટૉપ બોક્સમાં 4K રેઝલૂશનની સાથે મોટાભાગની ભારતીય ભાષાઓમાં વૉઇસ્ કમાન્ડ હશે. આ ઉપરાંત સેટ-ટૉપ બોક્સમાં મલ્ટી પાર્ટી વીડિયો કૉન્ફરન્સીંગની પણ સુવિધા હશે. આ ઉપરાંત રિલાયન્સ જિયો ગ્રાહકોની પસંદ પર 600થી વધુ ટીવી ચેનલ, એક હાજરથી વધુ મૂવી અને લાખથી વધુ ગીત ઉપલબ્ધ કરાવશે.
લોન્ચ દરમિયાન રિલાયન્સ જિયોના ડાયરેક્ટર્સ આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ દર્શાવ્યું કે કેવી રીતે જિયો સેટ-ટૉપ બોક્સનો ઉપયોગ કરીને ગેમ રમી શકાય છે. આ દરમિયાન જણાવવામાં આવ્યું કે આ તમામ ગેમિંગ કન્ટ્રોલર્સને સપોર્ટ કરે છે અને સાથોસાથ સ્માર્ટફોન પણ વર્ચ્યૂઅલ કન્ટ્રોલરની જેમ યૂઝ કરી શકાય છે.