Home /News /tech /

Jio Vs Airtel Vs Vodafone: જિયો, એરટેલ અને Vi આપે છે આકર્ષક ડેટા પેક, જાણો કોનું પેક શ્રેષ્ઠ

Jio Vs Airtel Vs Vodafone: જિયો, એરટેલ અને Vi આપે છે આકર્ષક ડેટા પેક, જાણો કોનું પેક શ્રેષ્ઠ

પ્રીપેડ રિચાર્જ પ્લાન

Booster recharge plans: કોરોનાના કારણે આમ પણ વર્ક ફ્રોમ હોમ (Work from home) ચાલી રહ્યું છે, તો સ્વાભાવિક રીતે તમારે વધારે ડેટાની જરૂર પડે છે. ઘણા લોકો વાઇ-ફાઇથી કનેક્ટ કરીને કામ કરે છે, ઘણા લોકો મોબાઇલ ડેટાનો વપરાશ કરે છે.

મુંબઈ: આજકાલ પ્રીપેડ પ્લાન્સ (Prepaid Plans) લગભગ દરેક સેગમેન્ટમાં આવે છે. યૂઝર્સ ઓછી કિંમતમા પ્લાન્સથી લઇને મોંઘા પ્લાન્સ સુધી કોઇ પણ વિકલ્પ પસંદ કરી શકે છે. જોકે, ઘણી વખત તમારા ડેલી ડેટા (Daily Data) દિવસ દરમિયાન ખતમ થઇ જાય છે અને તમારે બૂસ્ટર ડેટા (Booster Data)ની જરૂર પડી શકે છે. કોરોનાના કારણે આમ પણ વર્ક ફ્રોમ હોમ (Work from home) ચાલી રહ્યું છે, તો સ્વાભાવિક રીતે તમારે વધારે ડેટાની જરૂર પડે છે. ઘણા લોકો વાઇ-ફાઇથી કનેક્ટ કરીને કામ કરે છે, ઘણા લોકો મોબાઇલ ડેટાનો વપરાશ કરે છે. અચાનક ડેટા ખતમ થઇ જવાની સ્થિતિમાં તમને બૂસ્ટર પ્લાન કામ લાગી શકે છે. જિયો (Jio), એરટેલ Airtel) અને વોડાફોન-આઇડીયા (Vi) પર તમને આ સુવિધા મળી રહે છે. તો ચાલો જાણીએ આ પ્લાન્સ વિશે.

જિયો ડેટા પ્લાન્સ (Jio data plans)

રિલાયન્સ જિયો ચાર ડેટા બૂસ્ટર પ્લાન ઓફર કરે છે, જેમાં 15 રૂપિયાના પ્લાનમાં તમે 1 જીબી ડેટા મળશે. રૂ.25ના પ્લાનમાં તમને 2 જીબી ડેટા મળશે અને રૂ.61 અને રૂ.121ના પ્લાનમાં તમેને 12 જીબી ડેટા મળશે. આ પ્લાન તમારી વર્તમાન વેલિડિટી સાથે મેળ ખાય છે.

જિયો વર્ક ફ્રોમ હોમ પ્લાન્સ પણ પ્રદાન કરે છે. જોકે, તે તમારી વેલિડીટી સાથે મેળ નહીં ખાય. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથેના છે. જેમાં 181 રૂપિયામાં 30 જીબી ડેટા, 241 રૂપિયામાં 40 જીબી, 301 રૂપિયામાં 50 જીબી ડેટા મળશે. આ ઉપરાંત 296 રૂપિયામાં 30 દિવસ માટે 25 જીબી ડેટા મળે છે.

એરટેલ ડેટા બૂસ્ટર પ્લાન્સ (Airtel Data plans)

એરટેલ 58 રૂપિયાના પ્લાનમાં 3 જીબી ડેટા ઓફર કરે છે. જ્યારે 98 રૂપિયામાં 5 જીબી ડેટા પ્લાનમાં યૂઝર્સને વિંક મ્યૂઝિક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. આ સિવાય તમને 108 રૂપિયામાં 6 જીબી ડેટા પણ મળશે. જેમાં ફ્રી હેલો ટ્યૂન્સ અને અન્ય બેનિફિટ્સ મળશે.

એરટેલ 118 રૂપિયામાં 12 જીબી ડેટા બૂસ્ટર પ્લાન અને 148 રૂપિયામાં 15 જીબી ડેટા બૂસ્ટર પ્લાન ઓફર કરે છે. સૌથી મોટો પ્લાન 301 રૂપિયાનો છે, જેમાં તમને 50 જીબી એડિશનલ ડેટા મળશે.

આ પણ વાંચો: Recharge Plan: Airtel, Jioઅને vi કોના રિચાર્જ પ્લાન છે બેસ્ટ, કરી લો એક નજર

વોડફોન-આઇડિયા ડેટા બૂસ્ટર પ્લાન (Vodafone data plans)

આ લીસ્ટમાં વીઆઇ પણ સામેલ છે, પરંતુ સમસ્યા તે છે કે આ પ્લાન્સ તમારી વેલિડીટી સાથે મળશે નહીં. જેમાં રૂ.19માં 24 કલાક માટે 1 જીબી ડેટા મળશે. જ્યારે રૂ.48માં 21 દિવસો માટે 2 જીબી ડેટા મળશે. રૂ.58માં 28 દિવસ માટે 3 જીબી ડેટા અને રૂ.98ના પ્લાનમાં 21 દિવસો માટે 9 જીબી ડેટા મળશે.

આ ઉપરાંત 118 રૂપિયાની સ્કીમમાં 28 દિવસો માટે 12 જીબી ડેટા મળે છે. તો 298 રૂપિયામાં 28 દિવસો માટે 50 જીબી ડેટા અને 418 રૂપિયામાં 56 દિવસ માટે 100 જીબી ડેટા મળશે.

આ પણ વાંચો: Recharge Plans: આ પ્લાનમાં વિનામૂલ્યે મળશે Netflix, Amazon Prime અને ડિઝની+ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન

ગૂગલનું એરટેલમાં જંગી રોકાણ

અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની અને સર્ચ એન્જિન ગૂગલ ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં 1 અબજ ડોલરનું રોકાણ કરશે. તેમાં ઇક્વિટી રોકાણ સાથે સંભવિત કોમર્શિયલ સોદાઓ (કોમર્શિયલ ડીલ્સ) માટેના ભંડોળનો સમાવેશ થાય છે. આ અંતર્ગત આગામી પાંચ વર્ષ દરમિયાન પરસ્પર સંમત શરતો પર સમજૂતીઓને મંજૂરી આપવામાં આવશે. ગૂગલ આ રોકાણ ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડના ભાગરૂપે કરી રહ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Airtel, Jio, Prepaid, Vodafone, મોબાઇલ

આગામી સમાચાર