ખાનગી ક્ષેત્રની ભારતની ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓ માર્કેટમાં પોતાનો દબદબો ઊભો કરવા માટે નવા પ્લાન લઈને આવી રહી છે. આ કંપનીઓ દ્વારા કેટલાક નવા પ્લાન લાવવામાં આવ્યા છે તો કેટલાક જૂના પ્લાનમાં ફેરફાર કરીને તેને વધુ સારા પણ બનાવવામાં આવ્યા છે. અમે આપને જિયો, વોડાફોન અને એરટેલના 500 રૂપિયાની અંદરના સસ્તા પોસ્ટપેડ પ્લાન વિશે જાણકારી આપીએ છીએ.
JIOના 199 રૂપિયાના પ્લાન
જિયોના પ્રીપેડ પ્લાન ઉપરાંત પોસ્ટપેડ પ્લાન પણ ઘણા સારા છે. જિયોના 199 રૂપિયાના પોસ્ટ પેડ પ્લાન હેઠળ ગ્રાહકોને અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગની સુવિધાની સાથોસાથ 25 જીબી ડેટા પણ આપવામાં આવે છે જેની વેલિડિટી મહિનાની હોય છે. ખાસ વાત એ છે કે જો ડેટા લિમિટ મહિનામાં ક્રોસ થઈ જાય છે તો કંપની પોતાના તરફથી 20 જીબી એડિશનલ ડેટા આપે છે.
એરટેલ તરફથી રજૂ કરવામાં આવી રહેલા સસ્તા પ્લાન 499 રૂપિયાનો છે. તેમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગની સુવિધાની સાથોસાથ આ મહિને 75 જીબી ડેટા આપવામાં આવે છે. તેમાં ડેટા રોલઓવરની સુવિધા પણ મળે છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં યૂઝર્સને ત્રણ મહિનાની નેટફ્લિક્સની, એક વર્ષની અમેઝોન પ્રાઇમ તથા ફ્રી એરટેલ ટીવીની પ્રીમીયમ સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.
વોડાફોનનો 399 રૂપિયાનો પ્લાન
વોડાફોન 399 રૂપિયાના પ્લાનમાં દર મહિને 40 જીબી ડેટા આપે છે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ, એસટીડી અને રોમિંગ કોલની સુવિધાની સાથોસાથ 100 એસએમએસની પણ સુવિધા મળે છે. આ પ્લાનમાં 40 જીબી ડેટા પણ આપવામાં આવે છે તેની સાથે 200 જીબી ડેટાનો રોલઓવરની પણ સુવિધા મળે છે. આ પ્લાનને ખરીદનારા ગ્રાહકોને વોડાફોન પ્લેનું ફ્રી સબ્સક્રિપ્શન, Zee5નું સબ્સક્રિપ્શન અને એક વર્ષ માટે અમેઝોન પ્રાઇમનું પણ સબ્સક્રિપ્શન મળશે. તેમાં 999 રુપિયાનું મોબાઇલ ઇન્સ્યોરન્સ પણ ગ્રાહકોને આપવામાં આવે છે.