Home /News /tech /

Jio vs Airtel vs Vi: 56 દિવસની વેલિડિટી સાથે કઈ કંપનીનો પ્લાન છે બેસ્ટ?

Jio vs Airtel vs Vi: 56 દિવસની વેલિડિટી સાથે કઈ કંપનીનો પ્લાન છે બેસ્ટ?

રિચાર્જ પ્લાન

Jio vs Airtel vs Vi recharge plan: એરટેલ અને વોડાફોન-આઈડિયાની (Airtel and Vodafone Idea) વાત કરીએ તો બંને કંપનીઓ પોતાના ગ્રાહકો માટે મજાના સસ્તાં પ્લાન લઇને આવી છે. આ સાથે જ Jio પણ પ્રીપેડ પ્લાન (Reliance Jio Prepaid plans)ની કિંમતો પર ધાકડ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

વધુ જુઓ ...
મુંબઇ. Jio vs Airtel vs Vi recharge plan: 5Gની તૈયારી અને વર્તમાન કટોકટીની સ્થિતિમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે ટેલિકોમ કંપનીઓ એક બાદ એક રિચાર્જ પ્લાન (Recharge plans) મોંઘા કરી રહી છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે અનેક મોરચે મોંઘવારીનો સામનો કરી રહેલી સામાન્ય જનતા ડિસેમ્બરમાં કરવામાં આવેલ ટેરિફ પ્લાનના ભાવ વધારાથી (Tariff plan hike) વધુ પરેશાન થઈ છે, પરંતુ ઉંચા ટેરિફ પ્લાનમાં પણ ટેલિકોમ કંપનીઓ એકબીજા સાથે રેસ લગાવી રહી છે. એરટેલ અને વોડાફોન-આઈડિયાની (Airtel and Vodafone Idea) વાત કરીએ તો બંને કંપનીઓ પોતાના ગ્રાહકો માટે મજાના સસ્તાં પ્લાન લઇને આવી છે. આ સાથે જ Jio પણ પ્રીપેડ પ્લાન (Reliance Jio Prepaid plans)ની કિંમતો પર ધાકડ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

એરટેલનો 56 દિવસનો પ્લાન (Airtel 56 days validity plan)

એરટેલ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી ઑફરો લઇને આવતો રહે છે. એરટેલનો શરુઆતનો પ્લાન 479થી શરુ થાય છે. હાલ, એરટેલમાં 1.5 GB ડેલી ડેટા ગ્રાહકોને યૂઝ કરવા મળે છે. જેમાં એડિશનલ બેનિફિટમાં અમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશનલ અને ફ્રી ઓનલાઇન કોર્સ, એપોલો 24/7 સર્કલ, હેલો ટ્યુન અને Wynk Music જેવી સુવિધાઓ મળે છે.

એરટેલનો વધુ એક 56 દિવસનો પ્લાન ગ્રાહકોને રૂ. 699માં પડે છે. આ પ્લાનમાં રોજના 3GB ડેટા, અનલિમિટેડ કૉલ્સ અને 100 SMS કંપની ઓફર કરે છે. આ પ્લાનમાં ખાસ વાત એ છે કે, વેલિડિટી પ્રમાણેનું Amazon Primeનું સબસ્ક્રિપ્શન પણ ફ્રીમાં કંપની આપી રહી છે.

આ સિવાય ગ્રાહકો માટે એરટેલનો 549 રુપિયાનો પ્લાન છે, જે દિવસના 2 GB ડેટા અને 100 SMS તેમજ અનલિમિટેડ કોલ્સની સુવિધા આપે છે.

જિયોનો 56 દિવસનો પ્લાન (Reliance Jio 56 days validity plan)

જિયો કંપની પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે 56 દિવસની વેલિડીટીવાળો પ્લાન લઇને આવી છે, જેમાં 1.5 GB અને 2 GB ડેઈલી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 100 SMS પ્રતિ દિવસ ગ્રાહકોને ઑફર કરવામાં આવી રહ્યાં છે. રિલાયન્સ જિયોનો 1.5 GB પ્લાન ગ્રાહકને 479 રૂપિયામાં પડે છે.

જ્યારે 2 GB ડેઈલી ડેટા વાળો પ્લાન ગ્રાહકને 533 અને 799માં પડે છે. જેના એડિશનલ બેનિફિટ જિયો એપ એક્સેસ કરતાં હશે તે ગ્રાહકોને મળશે. જો ગ્રાહક 799 રુપિયાનો પ્રીપેડ પ્લાન લેશે તો તેમાં ગ્રાહક Disney+ Hotstar પણ યૂઝ કરી શકશે.

વોડાફોન આઇડિયાનો પ્લાન (Vodafone-Idea 56 days validity plan)

56 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાન પર નજર કરીએ તો વોડાફોન-આઈડિયા પાસે પણ રૂ. 479, રૂ. 539 અને રૂ. 699નો પ્લાન છે. શરૂઆતી બંને પ્લાનમાં ક્રમશ: 1.5GB અને 2GB 4G ઈન્ટરનેટ સુવિધાની સાથે 100 SMS પ્રતિ દિવસ આપવામાં આવી રહ્યાં છે. આ સિવાયના રૂ. 699ના પ્લાનમાં 3GB નેટ પ્રતિ દિવસ અને 100 એસએમએસ ઓફર કરવામાં આવી રહ્યાં છે. 56 દિવસની વેલિડિટી સાથેના આ પ્લાનમાં અનલિમિટેડ નાઈટ ટાઈમ ડેટા, વીકેન્ડ ડેટા રોલઓવર, વીઆઈ મૂવીસ અને ટીવી સહિતના વધારાના ફાયદા પણ ગ્રાહકોને મળી રહ્યાં છે.

આ પણ વાંચો: એરટેલનો ધડાકો, પ્રસિદ્ધ રિચાર્જ પર મળશે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે

જો તમે આ પ્લાન પર એકવાર નજર કરશો તો 28 દિવસ અને 56 દિવસની વેલિડિટીવાળા પ્લાન કરતાં તમને 1 વર્ષનો પ્લાન નોંધપાત્ર રીતે સસ્તો પડશે. એરટેલ, જીયો અને vi તમામમાં વાર્ષિક પ્લાન અવેલેબલ છે, જેનાથી તમારા બજેટમાં ઘણો ફાયદો થઈ શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Airtel, Jio, Prepaid, Vodafone, મોબાઇલ

આગામી સમાચાર