Home /News /tech /Jio vs Airtel vs Vi: 300 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો 1 મહિનાની વેલિડિટી, વધારે ડેઈલી ડેટા

Jio vs Airtel vs Vi: 300 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો 1 મહિનાની વેલિડિટી, વધારે ડેઈલી ડેટા

Jio, Vodafone અને Airtelના 300 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન.

Jio vs Airtel vs Vi: જો તમે એવા પ્લાનની તલાશમાં છો, જેની વેલિડિટી 28 દિવસની છે તો અહીં તમને એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયાના પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે તેની કિંમત 300 રૂપિયાથી પણ ઓછી છે.

    Jio vs Airtel vs Vi: ટેલીકોમ કંપનીઓ વચ્ચેની ટક્કર દિવસે ને દિવસે વધી રહી છે. કંપનીઓ પોતાના ગ્રાહકો માટે એકથી એક આકર્ષક પ્લાન (Best Prepaid Plans) રજૂ કરી રહી છે. ગ્રાહકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય એ માટે કંપનીઓ તેના પ્લાન હેઠળ ઇન્ટરનેટ, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને SMS સહિત અન્ય ઘણી ઓફર આપે છે. જો તમે પણ કોઈ એવા પ્લાનની તલાશમાં છો, જેની વેલિડિટી 28 દિવસની છે તો અહીં તમને એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયાના 28 દિવસ વેલિડિટીવાળા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે તેની કિંમત 300 રૂપિયાથી પણ ઓછી છે.

    Airtelનો સસ્તો પ્લાન: ભારતી એરટેલ ગ્રાહકો માટે 265 રૂપિયાનો રિચાર્જ પ્લાન રજૂ કરે છે. તેની વેલિડિટી 28 દિવસની છે, અને એ પ્લાનમાં દરરોજ 1GB ડેટા આપવામાં આવે છે. તેમાં ડેઇલી 100 SMS, અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે.

    આ પણ વાંચો: Jioએ લોન્ચ કર્યા બે જોરદાર પ્લાન, 365 દિવસ સુધી Disney+ Hotstar Mobile મેમ્બરશિપ ફ્રી!

    ગ્રાહકોને તેમાં એમેઝોન પ્રાઈમ વિડીયો (Prime Video Mobile Edition)નો ફાયદો પણ મળી રહ્યો છે. એરટેલના 239 રૂપિયાના પ્લાનમાં 1.5GB ડેટા અને 28 દિવસની વેલિડિટી મળે છે. તેમાં ફ્રી હેલો ટ્યુન્સ અને વિંક મ્યુઝિક ફ્રી પણ મળે છે.

    રિલાયન્સ જિયો (Reliance Jio)

    Reliance Jioની વાત કરીએ તો ગ્રાહકોને તેનો 299 રૂપિયાનો રિચાર્જ પ્લાન મળી જશે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, અને તેમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ ઉપરાંત આ પ્લાન હેઠળ ગ્રાહક અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 100 SMS અને Jio એપ્સ જેમ કે, JioTv, JioCinemaનો પણ ફાયદો ઉઠાવી શકે છે.

    આ પણ વાંચો: Realme આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે 108 MP કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો ફીચર્સ

    વોડાફોન-આઇડિયા (Vodafone-Idea)

    છેલ્લે વાત કરીએ વોડાફોન-આઇડિયા (Vi)ની તો ગ્રાહકો માટે કંપની 299 રૂપિયાનો એક રિચાર્જ પ્લાન રજૂ કરે છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે.

    આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ડેઈલી 100 SMS મળે છે. આ સાથે જ તેમાં તમને Vi Movies અને TVનો એક્સેસ પણ આપવામાં આવે છે. ગ્રાહકોને આ પ્લાનમાં ડેઇલી 1.5 GB ડેટા આપવામાં આવે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Airtel, Airtel vs Jio plan, Gujarati tech news, Jio, Mobile and Technology, Vodafone Idea

    विज्ञापन
    विज्ञापन