jio યૂઝર્સને પાંચ વર્ષ સુધી મળશે આ ફ્રી સર્વિસ, નહીં આપવો પડે એક પણ રુપિયો

News18 Gujarati
Updated: January 3, 2019, 9:57 AM IST
jio યૂઝર્સને પાંચ વર્ષ સુધી મળશે આ ફ્રી સર્વિસ, નહીં આપવો પડે એક પણ રુપિયો
jio યૂઝર્સને પાંચ વર્ષ સુધી મળશે આ સર્વિસ

Jio અને Star ભારત ટેલિવિઝન પર બતાવવામાં આવી રહેલા તમામ ક્રિકેટ મેચને Jio TV અને Hotstarના યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવાશે.

  • Share this:
રિલાયન્સ જિયો તેમના યૂઝર્સ માટે વધુ એક ભેટ લઇને આવી છે. વિશ્વની સૌથી મોટી મોબાઇલ ડેટા નેટવર્ક જિયોએ ભારતના અગ્રણી બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયા સાથે 5 વર્ષની ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી સ્પોર્ટ્સ એન્ટરટેઇનમેન્ટમાં એક નવા રાઉન્ડની શરૂઆત કરશે. જિયો અને સ્ટાર ટીવી પર બતાવવામાં આવી રહેલા તમામ ક્રિકેટ મેચને જિયો ટીવી અને હોટસ્ટારના યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આ સંદર્ભમાં સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યો છે. આ ભાગીદારી ટી -20, વન ડે ઇન્ટરનેશનલ, ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટ અને બીસીસીઆઈના પ્રમુખ ઘરેલુ મેચોને કવર કરશે.

ભારતીય ગ્રાહકોને સારી કનેક્ટિવિટી સાથે શ્રેષ્ઠ ક્રિકેટ સામગ્રી પૂરી પાડવા માટે, ક્રિકેટ ઉત્પાદન, સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ અને વધુ એક હાઇ-સ્પીડ ડેટા નેટવર્ક એકસાથે આવ્યું છે. આ ભાગીદારી 5 વર્ષ સુધી કરવામાં આવી છે અને તે શ્રેષ્ઠ ક્રિકેટિંગ સામગ્રી, શ્રેષ્ઠ ઇન્ટરનેટ ક્લાસ અને મોબાઇલ ઇન્ટરએક્ટિવિટી દ્વારા ક્રિકેટ વ્યૂઅરશીપને ફરીથી વ્યાખ્યાયિત કરશે. આ ભાગીદારી પછી, જિયો યુઝર્સ તેમના મોબાઇલ ફોન પર ભારતના તમામ મેચો તેના મોબાઇલ પર જોઈ શકશે.
First published: January 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading