Home /News /tech /આજે Jio યુઝર Hotstar પર મફતમાં જોઇ શકશે ભારત-શ્રીલંકાની LIVE મેચ

આજે Jio યુઝર Hotstar પર મફતમાં જોઇ શકશે ભારત-શ્રીલંકાની LIVE મેચ

જિઓ યુઝર્સ ભારત શ્રીલંકાની મેચ આજે હોટસ્ટાર કે JioTV પર મફતમાં જોઇ શકે છે.

જિઓ યુઝર્સ ભારત શ્રીલંકાની મેચ આજે હોટસ્ટાર કે JioTV પર મફતમાં જોઇ શકે છે.

ન્યૂઝ18 ગુજરાતી: ICC વર્લ્ડકપ 2019ની આજે 44મી મેચ છે. ઇન્ડિયા અનેશ્રીલંકા શનિવારે લોડ્સનાં હેડિંગ્લે મેદાનમાં આમને સામને આવશે. આમ તો ટીમ ઇન્ડિયાએ ક્રિકેટ વર્લડ કપ 2019નાં સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પણ ફેન્સ ઇન્ડિયન ટીમને દરેક મેચ જીતતી જોવા માંગે છે. આ વચ્ચે જો આપ આપનાં ઓફિસ કે પછી કોઇ કામથી બહાર છો અને ટીવી પર આ મેચ નથી જોઇ શકતા તો તમારા માટે એક સારા સમાચાર છે.

જિઓ યુઝર્સ ભારત શ્રીલંકાની મેચ આજે હોટસ્ટાર કે JioTV પર મફતમાં જોઇ શકે છે. આ માટે યૂઝર્સે હોટસ્ટાર પર જવાનું રહેશે. જે બાદ તેમણે વર્લ્ડ કપ ક્રિકેટનું એક્સેસ મળશે. અને તેઓ Live મેચ જોઇ શકશે. જો આપ જિઓ ટીવી વાપરો છો તો આપને સીધા હોટસ્ટાર પર રિડિરેક્ટ કરી દેવામાં આવશે. જે બાદ આપ મેચ જોઇ શકો છો.

આ પણ વાંચો-JIOનો 102 રુપિયાનો પ્લાન, ખાસ આ લોકો માટે રહેશે ઉપલબ્ધ

આ ઉપરાંત જિઓએ જિઓ Cricket Play Along પણ રજૂ કર્યું છે. જેમાં યૂઝર્સ વર્લ્ડ કપની મેચ દરમિયાન કેટલાંક સહેલાં સવાલનાં જવાબ આપીને પોઇન્ટ્સ બનાવી શકે છે. તેનાંથી યૂઝર્સને મેચનું શિડ્યૂલ, રિઝલ્ટ અને સ્કોર જેવી જાણકારી મળે છે. અને માય જિઓ એપ (MyJioApp)થી એક્સેસ મળશે.

આ પણ વાંચો-Budget 2019: ઇલેક્ટ્રિક વાહનો પર સરકાર આપશે લોન પર આટલી છૂટ

251 રૂપિયાનાં રિચાર્જ પર મેળવો સર્વિસ
આ ઉપરાંત Reliance Jioએ 251 રૂપિયાનું નવું જિઓ ક્રિકેટ સિઝન સ્પેશલ ડેટા પેક પણ લોન્ચ કર્યું ચે. આ રિચાર્જ પેક Jioની હાલનાં અને નવાં સબ્સક્રાઇબર્સ માટે હશે. નવાં સ્પેશલ ડેટા પેક મુજબ યૂઝર્સને 51 દિવસમાં કૂલ 102 જીબી ડેટા મળશે. દાવો છે કે આઠલો ડેટા વર્લ્ડ કપની મેચ જોવા માટે ઘણો છે. આ રીત ક્રિકેટ ફેન મેચ દરમિયાન Jio Cricket Play Along ગેમનો પણ લાભ લઇ શકે છે. આ માટે MyJio એપ દ્વારા એક્સેસ કરવામાં આવી શકશે.
First published:

Tags: ICC Cricket World Cup 2019, India vs Sri Lanka, Live Cricket Match, World cup 2019

विज्ञापन