હવે JIOમાંથી અન્ય નેટવર્ક પર કૉલ ચાર્જેબલ, છતાં ગ્રાહકો પર અસર નહીં પડે!

જિયોએ (Jio)એ પોતાના ગ્રાહકોને ભરોસો અપાવ્યો છે કે આ શુલ્ક ત્યાં સુધી જ લાગશે જ્યાં સુધી આઈ.યૂ.સી (IUC) ચાર્જ ઘટીને શૂન્ય ન થઈ જાય

News18 Gujarati
Updated: October 9, 2019, 8:58 PM IST
હવે JIOમાંથી અન્ય નેટવર્ક પર કૉલ ચાર્જેબલ, છતાં ગ્રાહકો પર અસર નહીં પડે!
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 9, 2019, 8:58 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : રિલાયન્સ જિયો (Reliance Jio)એ બુધવારે જાહેરાત કરી છે કે હવે જિયો યૂઝર્સે અન્ય નેટવર્ક પર કૉલ કરવાનો ચાર્જ ચુકવવાનો રહેશે. હકીકતે આઈ.યૂ.સી.ના નિયમ અંતર્ગત એક નેટવર્કમાંથી બીજા નેટવર્ક પર કૉલ કરવા બદલ પ્રતિ મિનિટ 6 પૈસા ચુકવવા પડે છે. અત્યારસુધી જિયો પોતાના તરફથી આ ચાર્જ ચુકવી રહી હતી. જોકે, જિયો દ્વારા પોતાના ગ્રાહકોને ભરોસો આપવામાં આવ્યો છે કે આ શુલ્ક ત્યાં સુધી જ લાગુ રહેશે જ્યાં સુધી આઈ.યૂ.સી. (IUC) ચાર્જ ઘટીને ઝીરો ન થઈ જાય.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ચાર્જની ગ્રાહકો પર અસર નહીં પડે. કારણ કે રિલાયન્સે જે ટૉપઅપ (ICU TopUp) પ્લાન જાહેર કર્યો છે તેમાં ગ્રાહકોને ફ્રી ડેટા આપવામાં આવશે. આ ટૉપઅપ પ્લાન મુજબ ગ્રાહકો રૂપિયા 10,20,50 અને 100ના ટૉપઅપ પ્લાન દ્વારા રિચાર્જ કરાવી શકશે જેના બદલે તેમને ફ્રી ડેટા અને અન્ય મોબાઇલ નેટવર્ક પરનો ટૉકટાઇમ મળશે. જિયોએ પોતાના ગ્રાહકો માટે કાળજી રાખી છે. આ ટૉપઅપ પર ગ્રાબકોને 10 રૂપિયે 1 જી.બી. , 20 રૂપિયે 2 જી.બી. અને 50 રૂપિયા પર 5 જી.બી. તેમજ 100 રૂપિયા પર 10 જી.બી. ફ્રી ડેટા મળશે.

આ પણ વાંચો : જિયોના ગ્રાહકો માટે મોટા સમાચાર, અન્ય ઑપરેટરમાં કૉલ કરવાનો ચાર્જ લાગશે!આઈ.યૂ.સી. પ્રતિ મિનિટ 6 પૈસાના હિસાબે ઇન્ટરકનેક્ટ ચાર્જ વસૂલે છે. આ ચાર્જ ટેલીકોમ નિયમનકારક સંસ્થા ટ્રાઈએ (TRAI) દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે એક નેટવર્કથી અન્ય નેટવર્ક પર કૉલ કરવામાં આવે ત્યારે આ ચાર્જ લાગે છે જેને મોબાઇલ ઑફનેટ કૉલ તરીકે પણ ઓળખાય છે.

 
Loading...

 
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...