Reliance Jioએ શરુ કર્યુ VoWiFiનું પરીક્ષણ, નેટવર્ક વગર કરી શકશો કૉલિંગ

News18 Gujarati
Updated: December 16, 2019, 3:31 PM IST
Reliance Jioએ શરુ કર્યુ VoWiFiનું પરીક્ષણ, નેટવર્ક વગર કરી શકશો કૉલિંગ
આમાં બીજા નંબર પર કોલ કરવા માટે યુઝર્સને 124 IUC મિનિટ આપવામાં આવે છે. ટૉપ અપને મેળવીને આ પ્લાનની કિંમત 108 રૂપિયા થઇ જાય છે. એટલું જ નહીં તેમાં યુઝર્સને જીયો એપ્સનું એક્સેસ પણ મફતમાં મળે છે. (ડિસ્ક્લેમર : ન્યૂઝ18 ગુજરાતી રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયંસ ઇન્ડસ્ટ્રીજ પાસે જ છે.)

જાણો Jio Vo Wi-Fi સુવિધાનું પરીક્ષણ કયા રાજ્યમાં શરૂ થયું છે.

  • Share this:
ભારતીય ટેલિકોમ માર્કેટમાં 5 જી નેટવર્કના આગમન પહેલા જ નવી ટેક્નોલોજી આવી છે. VoWiFi સર્વિસની વાત કરીએ તો દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ આ સેવાનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ પહેલા એરટેલે તેના ગ્રાહકો માટે Vo Wi-Fi સેવા શરૂ કરી હતી. જાણો Jio Vo Wi-Fi સુવિધાનું પરીક્ષણ કયા રાજ્યમાં શરૂ થયું છે.

મહારાષ્ટ્રમાં જિયો વો વાઇ-ફાઇ પરીક્ષણ શરૂ થયું
રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયો મહારાષ્ટ્રના નાસિકમાં VO Wi-Fi સુવિધાનું પરીક્ષણ કરી રહી છે. એક ટ્વિટર યૂઝરે આ સુવિધા સાથે સંકળાયેલ સ્ક્રીનશૉટ શેર કર્યો છે, જેમાં Jio Vo Wi-Fi સુવિધાનું ચિહ્ન જોઇ શકાય છે. જો સૂત્રોનું માનીએ તો કંપની પહેલા આ ફીચરને પસંદ કરેલા યૂઝર્સ માટે રજૂ કરશે.

Wi-Fi કૉલિંગ શું છે

Wi-Fi કૉલિંગને વૉઇસ ઓવર Wi-Fi અથવા VoWiFi પણ કહેવામાં આવે છે. WiFi ની મદદથી તમે હોમ Wi-Fi, સાર્વજનિક Wi-Fi અને Wi-Fi હોટસ્પોટની મદદથી કૉલ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારા મોબાઇલમાં નેટવર્ક નથી, તો પછી તમે કોઈની વાઇ-ફાઇ અથવા હોટસ્પોટથી ફોન પર આરામથી વાત કરી શકો છો. VoWiFi નો સૌથી મોટો ફાયદો રોમિંગમાં છે, કારણ કે તમે કોઈપણ Wi-Fi દ્વારા મફતમાં વાત કરી શકો છો.

એરટેલે પહેલા શરુ કરી હતી વો વાઇ-ફાઇ સેવાએરટેલ ઇન્ડિયાએ તેની વાઇ-ફાઇ સેવા શરૂ કરી. એરટેલે આ નવી સર્વિસનું નામ એરટેલ વાઇ-ફાઇ કૉલિંગ રાખ્યું છે. વાઇ-ફાઇ કૉલિંગની એરટેલની વિશેષ સુવિધા એ છે કે ગ્રાહકો ઇન્ટરનેટ દ્વારા ફોન પર લોકો સાથે મફતમાં વાત કરી શકશે.

આ ઉપકરણોમાં Wi-Fi સપોર્ટ

સેમસંગ ફોનની વાત કરીએ તો ગૅલેક્સી જે 6, સેમસંગ ઓન 6, સેમસંગ ગૅલેક્સી એમ 30 એસ અને ગેલેક્સી એ 10 એસમાં હાલમાં વાઇ-ફાઇ કૉલિંગનો સપોર્ટ મળી રહ્યો છે, જ્યારે શિયોમીનો પોકો એફ 1, રેડમી કે 20 અને રેડમી કે 20 પ્રો અને વનપ્લસ વનપ્લસ 7, વનપ્લસ 7 પ્રો, વનપ્લસ 7 ટી, વનપ્લસ 7 ટી પ્રોને એરટેલ વાઇ-ફાઇ કૉલિંગનો સપોર્ટ મળી રહ્યો છે.
First published: December 16, 2019, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading