જિયો (Reliance Jio) ના આગમન સાથે ઘણી સેવાઓ સંપૂર્ણપણે મફત મળે છે. જિયો યૂઝરોને ઓછા પૈસામાં અનલિમિટેડ કૉલ્સ, અનલિમિટેડ ઇન્ટરનેટ સુવિધાઓ મળે છે, પરંતુ જિયો પાસે એક એપ્લિકેશન પણ છે જેમાં ફોન ડેટાને (ફોટો-વીડિયો ટ્રાન્સફર) (photo-video transfer) કરી શકાય છે. આ એપનું નામ જિયો સ્વિચ (JioSwitch) છે, જો કે જિયોની મોટાભાગની સુવિધાઓ ફક્ત જિયો સિમ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ કોઈપણ ઍન્ડ્રોઇડ યૂઝર આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. ચાલો જાણીએ JioSwitch એપ્લિકેશન કેવી રીતે કાર્ય કરે છે.
>> આ માટે પહેલા પ્લે સ્ટોર પર જાઓ. ત્યાથી જિયો સ્વિચ સર્ચ કરો. હવે તેને ઇન્સ્ટૉલ કરો. >> તમે તેને ઓપન કરો. ખોલ્યા બાદ Send અને Receive બે વિકલ્પો મળશે.
>> હવે જો તમે કોઈને ફોટા, વીડિયો, કૉન્ટેક્ટ, સૉન્ગ વગેરે મોકલવા માંગતા હોય, તો સેન્ડ પર ટેપ કરો. હવે જુદી જુદી કેટેગરીઝ તમારી સામે આવશે, જેમાં વીડિયોઝ, ફોટા, એપ્લિકેશન, ગીત, ફાઇલો, સંપર્કો, કેલેન્ડર દેખાશે.
>> આમા તમારા અનુસાર કોઇપણ કેટેગરી પર જાઓ. તેથી ઉદાહરણ તરીકે ફોટા પસંદ કરો તે પહેલાં તમારા ફોનના ફોટાનું લિસ્ટ આવશે. તેમા તમારો ફોટો સિલેક્ટ કરીને ટેપ કરો.
તમે જેને ફોટો મોકલી રહ્યા છો તેના ફોનમાં રિસીવનો વિકલ્પ ઓન રહે, સેન્ડ પર ટેપ કર્યા બાદ તેમના ફોનમાં નામ દેખાશે. તેમના નામ પર ટેપ કર્યા બાદ ફોટો થોડીજ વારમાં સેન્ડ થઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર