JIOનો 102 રુપિયાનો પ્લાન, ખાસ આ લોકો માટે રહેશે ઉપલબ્ધ

જિયોના 102 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 500MBડેટા અને દરરોજ 100 એસએમએસ મળે છે.

News18 Gujarati
Updated: July 5, 2019, 3:21 PM IST
JIOનો 102 રુપિયાનો પ્લાન, ખાસ આ લોકો માટે રહેશે ઉપલબ્ધ
જિયોના 102 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 500MBડેટા અને દરરોજ 100 એસએમએસ મળે છે.
News18 Gujarati
Updated: July 5, 2019, 3:21 PM IST
રિલાયન્સ જિયો હવે વધુ એક ખાસ ઓફર લઇને આવી છે. આ ઓફર ખાસ કરીને જમ્મૂ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ માટે છે. જિયોએ 102 રૂપિયાનો પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમા જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર ગયેલા લોકોને સાત દિવસ વેલિડીટી સાથે અનલિમિટેડ કોલિંગ,500MBડેટા અને દરરોજ 100 એસએમએસ મળશે. 500એમબી ખતમ થયા બાદ યૂઝર્સને 64 કેબીપીએમની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળતો રહેશે. હાલ આ પ્લાન પર જિયો પ્રાઇમ મેમ્બરશિપ લાગુ થતી નથી. જેથી આ પ્લાનમાં જિયો એપ્લિકેશન્સની સબ્સ્ક્રિપ્શન મળતું નથી.

જિયો પ્રાઇમ મેમ્બરશિપના કારણે યૂઝર્સને 6000 કરતાં વધુ મૂવીઝ લાખો વીડિયો અને ટીવી શોખ ઉપરાંત લગભગ દોઢ કરોડ ગીત અને 5 હજાર મેગેઝીન, ન્યૂઝ પેપરનું એક્સેસ મળે છે. કારણકે જમ્મૂ-કાશ્મીરમાં પ્રીપેડ સબ્સસ્ક્રાઇબર્સ માટે રોમિંગ સુવિધા પર રોક છે એટલે દેશભરમાં અમરનાથા યાત્રા પર પહોંચેલા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શ્રદ્ધાળુ અમરનાથા યાત્રા દરમિયાન પણ તેમના ઘરના સભ્ય સાથે જોડાયેલા રહશે. આ માટે જિયોએ આ પ્લાન રજૂ કર્યો છે.



આ પણ વાંચો: JioPhone 2ની ખરીદી પર મળી રહી છે EMI ઓફર, શરુ થયો સેલ

ખાસ કરીને અમરનાથ યાત્રા સુધી છે આ પ્લાન

અમરનાથ યાત્રા પર મુસાફરી કરનારા લોકોએ સ્થાનિક જમ્મુ-કાશ્મીરનું પ્રિપેઇડ કનેક્શન મેળવવું પડશે અને તેને 102 રુપિયાનું રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાન વિવિધ જિયો રિટેલરો દ્વારા સક્રિય કરી શકાય છે. આ પ્લાન અમરનાથ યાત્રા સુધી ઉપલબ્ધ રહેશે.
Loading...

જિયો લોન્ચ કરી ચુક્યુ છે ફ્લાઇટ પ્રોગ્રામ

બુધવારે જિયોએ ફેસબુક સાથે મળીને ડિજિટલ ફ્લાઇટ પ્રોગ્રામની શરૂઆત કરી. આ પ્લાન હેઠળ જિયો ફોન યૂઝર્સને દર શનિવારે ઇન્ટરનેટ, ફેસબૂક અને ફોનના ફિચર સાથે જોડાયેલ ટિપ્સ મળશે, જિયોએ આ પગલું પહેલવાર ઇન્ટરનેટ ઉપયોગ કરનારા લોકો માટે ઉઠાવ્યું છે. જિયો યૂઝર્સની સંખ્યા 31.38 કરોડ પહોંચી ગઇ છે.
First published: July 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...