Jio લાવ્યું રિપબ્લિક ડે ઓફર, ટેલિકોમ સેક્ટરમાં ફરીથી વાવાઝોડું

News18 Gujarati
Updated: January 25, 2018, 12:05 AM IST
Jio લાવ્યું રિપબ્લિક ડે ઓફર, ટેલિકોમ સેક્ટરમાં ફરીથી વાવાઝોડું

  • Share this:
રિલાયન્સ જિયોએ એકવાર ફરીથી ટેલિકોમ સેક્ટરમાં નવો ધમાકો કરતા રિપબ્લિક ડે ઓફરની જાણકારી આપી છે. જિયોએ પોતાના બધા જ પ્લાન સસ્તા કરી દીધા છે. સાથે જ JIOએ આ પ્લાન્સમાં ડેટાની લિમિટને પણ વધારી દીધી છે. હવે જિયોએ પોતાના પ્લાન્સની કિંમતમાં 50 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. તે સાથે જ હાઈ સ્પીડ ડેટાની લિમિટને પણ 50 ટકા વધારી દીધી છે. આ બધી જ ઓફર્સ 26 જાન્યુઆરીથી લાગૂં થશે. હવે કંપની એક મહિના માટે અનલિમિટેડ ડેટા અને કોલિંગ માત્ર 98 રૂપિયામાં આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને હાઈ સ્પીડ સાથે 2GB ડેટા મળશે. હાઈ સ્પીડ ડેટાની લિમિટ ખત્મ થયાની સાથે જ ઈન્ટરનેટ તો અનલિમિટેડ ચાલું જ રહેશ પરંતુ તેની સ્પીડ 64kbpsની થઈ જશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રિમાં મળશે.

JIO 149 પ્લાન : જિયોના 149 રૂપિયાના પ્લાનામં યૂઝર્સને પ્રતિદિવસે હાઈ સ્પીડ સાથે 1.5GB ડેટા મળશે. જ્યારે હાઈ સ્પીડ ડેટાની લિમિટ ખત્મ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈને 64kbpsની રહી જશે. પરંતુ ઈન્ટરનેટ અનલિમિટેડ ચાલતું રહેશે. તે ઉપરાંત અનલિમિટેડ કોલિંગ પણ મળશે. તે ઉપરાંત જિયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રિ મળશે. પહેલા આ પ્લાનમાં પ્રતિદિવસે 1GB ડેટા આપવામાં આવતો હતો અને તેની કિંમત 199 રૂપિયા હતા. આની વેલિડિટી 28 દિવસની છે.

JIO 349 પ્લાન: જિયોના 349 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને પ્રતિદિવસે હાઈ સ્પીડ સાથે 1.5GB ડેટા મળશે. જ્યારે હાઈ સ્પીડ ડેટાની લિમિટ ખત્મ થયા બાદ ઈન્ટરનેટની ઉપર જણાવ્યા અનુસાર સતત ચાલું જ રહેશે. આ પ્લાનમાં ઉપરના પ્લાનની બધી જ સુવિધાઓ મળશે. આ પ્લાનની વેલિડિટી 70 દિવસની છે.

JIO 399 પ્લાન: જિયોના 399 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને પ્રતિદિવસે 1.5 ડેટા મળશે. તેમજ ઉપરના બંને પ્લાનમાં મળતી બધી જ સુવિધાઓ પણ આ પ્લાનમાં આપવામાં આવી રહી છે. જોકે, આની વેલિડિટી તે બંને કરતાં વધારે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનની પહેલા 459 રૂપિયા કિંમત હતી.
First published: January 25, 2018
વધુ વાંચો
अगली ख़बर