Home /News /tech /Jio Recharge Plans: દૈનિક 1 GBથી લઈને 3 GB ડેટા આપતા જિયોના શાનદાર પ્લાન્સ, જાણો તમામ વિગત

Jio Recharge Plans: દૈનિક 1 GBથી લઈને 3 GB ડેટા આપતા જિયોના શાનદાર પ્લાન્સ, જાણો તમામ વિગત

જિયોનો શાનદાર રિચાર્જ પ્લાન

Jio Recharge Plans December 2021: આ અઠવાડિયાની શરૂઆતમાં Jioએ 1 રૂપિયાની કિંમતનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો હતો, જે 30 દિવસની વેલિડિટી આપે છે.

નવી દિલ્હી: જિયો (Jio)એ આ મહિનાની શરૂઆતમાં તેના પ્રીપેડ પ્લાન્સ (prepaid plans)માં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફારો બાદ જિયોના કેટલાક પ્રીપેડ પ્લાન્સ સાથે SMS અને સ્ટ્રીમિંગ લાભ પણ આપવામાં આવે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં Jioએ 1 રૂપિયાની કિંમતનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો હતો, જે 30 દિવસની વેલિડિટી આપે છે. Jio પ્લાનના સૌથી બેસિક દૈનિક ડેટા પ્રીપેડ રિચાર્જની કિંમત 119 રૂપિયા છે. આ પ્લાન યૂઝરને દરરોજ 1.5GB ડેટા આપે છે. જણાવી દઈએ કે આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. આ પ્લાન અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને Jio ઍપની ઍક્સેસ પણ આપે છે. સાથે જ 300 ફ્રી SMSની સુવિધા પણ આપે છે.

1GB અને 1.5GB દૈનિક ડેટા આપતા જિયો રિચાર્જ પ્લાન

જિઓ પોતાના યૂઝર્સને રૂ. 149 અને રૂ. 179ની કિંમતમાં 1GB દૈનિક ડેટા પ્લાન આપે છે. આ રિચાર્જ અનુક્રમે 20 દિવસ અને 24 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્રીપેડ પ્લાનમાં અમર્યાદિત વૉઇસ કૉલ્સ, દરરોજ 100 SMS અને Jio એપ્સની ઍક્સેસ આપવામાં આવે છે.

જિયો 1.5GB દૈનિક ડેટા પ્લાન પણ ઓફર કરે છે, જેની કિંમત રૂ. 119, રૂ. 199, રૂ. 239, રૂ. 479, રૂ. 666 અને રૂ. 2545 છે. આ પ્લાનની વેલિડીટી અનુક્રમે 14 દિવસ, 23 દિવસ, 28 દિવસ, 56 દિવસ, 84 દિવસ અને 336 દિવસની છે. તમામ પ્રીપેડ પ્લાનમાં અમર્યાદિત કૉલ્સ અને જિયો એપ્સની ઍક્સેસ આપવામાં આવે છે.

2GB દૈનિક ડેટા આપતા જિયો રિચાર્જ પ્લાન

2GB દૈનિક ડેટા આપતા જિયોના પ્લાનની કિંમત રૂ. 249, રૂ. 299, રૂ. 533, રૂ. 719 અને રૂ. 2879 છે. આ પ્લાન્સ અનુક્રમે 23 દિવસ, 28 દિવસ, 56 દિવસ, 84 દિવસ અને 365 દિવસની વેલિડીટી સાથે આવે છે. તમામ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 SMS, અમર્યાદિત કૉલ્સ અને જિયો એપ્સની ઍક્સેસ આપવામાં આવે છે

3 GB દૈનિક ડેટા આપતા જિયો રિચાર્જ પ્લાન

જિયોના 3GB દૈનિક ડેટા પ્લાન પર નજર કરીએ તો આ પ્રીપેડ પ્લાનની કિંમત રૂ. 419 અને રૂ. 601 છે. આ પ્લાન યૂઝરને 28 દિવસ માટે દરરોજ 3GB ડેટા આપે છે. રૂ. 601ના પ્રીપેડ રિચાર્જ સાથે ડિઝની+ હોટસ્ટાર (Disney+ Hotstar) નું ઍક્સેસ પણ યૂઝરને આપવામાં આવે છે. બંને પ્લાન અમર્યાદિત કૉલ્સ અને 100 SMS આપે છે.

ડિઝની+ હોટસ્ટારનો લાભ આપતા જિયો રિચાર્જ પ્લાન

જિયો તેના રૂ. 799, રૂ. 1,066 અને રૂ. 3119ના પ્રીપેડ પ્લાન્સમાં યૂઝરને ડિઝની+ હોટસ્ટારનો લાભ આપે છે. રૂ. 3119 પ્રીપેડ પ્લાન જિયોનો વાર્ષિક પ્લાન છે, જે 365 દિવસની વેલિડીટી આપે છે. સાથે જ યૂઝરને વધારાના 10GB ડેટા સાથે 2GB દૈનિક ડેટા આપે છે. આ પ્લાનમાં અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને 100 SMS સાથે જ જિયો એપ્સનું એક્સેસ પણ આપવામાં આવે છે.

રૂ. 799 અને રૂ. 1066ના પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને 2GB દૈનિક ડેટા આપવામાં આવે છે, આ પ્લાનની વેલિડીટી અનુક્રમે 56 દિવસ અને 84 દિવસની છે. બંને પ્લાન દરરોજ 2GB ડેટા, અમર્યાદિત કૉલ્સ અને 100 SMSનો લાભ આપે છે. બંને પ્લાનમાં યૂઝર્સને ડિઝની+ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે.

1066 રૂપિયાનો પ્લાન જિયો એપ્સની ઍક્સેસ સાથે વધારાનો 5GB ડેટા પણ આપે છે. આ સાથે જ જિયો તેના રૂ. 659 પ્રીપેડ પ્લાન સાથે યૂઝર્સને ડિઝની+ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન આપશે, જે 56 દિવસ માટે 1.5GB ડેટા આપે છે.

વાર્ષિક લાભ આપતા જીઓ રિચાર્જ પ્લાન

ત્રણ પ્રાઈવેટ ટેલિકોમ ઓપરેટરોમાં જિયો દ્વારા સૌથી મોંઘો વાર્ષિક પ્રીપેડ પ્લાન આપવામાં આવે છે. આ પ્લાનની કિંમત 4199 રૂપિયા છે, જેમાં 365 દિવસની વેલિડિટી સાથે દરરોજ 3GB ડેટા મળે છે. આ સાથે જ યૂઝર્સને અમર્યાદિત કૉલ્સ અને 100 SMS આપવામાં આવે છે.

આ સિવાય યૂઝર્સ પાસે અન્ય વાર્ષિક પ્લાનનો વિકલ્પ પણ છે, જેની કિંમત 2879 રૂપિયા છે. આ પ્લાનમાં દૈનિક 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં 365 દિવસની વેલિડીટી સાથે અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે.

આ પણ વાંચો: Airtel vs Jio vs Vi : એરટેલ, જિયો, વોડાફોન રૂ. 300થી ઓછી કિંમતમાં આપે છે દૈનિક 2 GB સુધી ડેટા, જાણો તમામ પ્લાન વિશે

આ સાથે જ જિયો દ્વારા 336 દિવસની વેલિડિટી સાથે રૂ. 2545નો પ્રિપેઈડ પ્લાન પણ આપવામાં આવે છે, જે 1.5GB દૈનિક ડેટા ધરાવે છે. આ પ્લાનમાં અમર્યાદિત કૉલ્સ અને દરરોજ 100 SMSનો લાભ મળે છે. આ સાથે જ પ્લાનમાં વધારાના ફાયદાઓમાં JioTV, JioCinema, Jio Security અને Jio Cloud વગેરેના એક્સેસ પણ મળે છે.
First published:

Tags: Jio, Prepaid, Recharge, મોબાઇલ, રિલાયન્સ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો