Jio ગ્રાહકોને મોટી ગિફ્ટ! કોઈ ચાર્જ વગર 1 વર્ષ માટે મેળવો Disney+ Hotstar VIP સબ્સક્રિપ્શન

News18 Gujarati
Updated: June 7, 2020, 9:45 AM IST
Jio ગ્રાહકોને મોટી ગિફ્ટ! કોઈ ચાર્જ વગર 1 વર્ષ માટે મેળવો Disney+ Hotstar VIP સબ્સક્રિપ્શન
ગ્રાહકોના મનોરંજનનું ધ્યાન રાખતાં રિલાયન્સ જિયોએ Disney+ Hotstarની સાથે ખાસ પાર્ટનરશિપ કરી

ગ્રાહકોના મનોરંજનનું ધ્યાન રાખતાં રિલાયન્સ જિયોએ Disney+ Hotstarની સાથે ખાસ પાર્ટનરશિપ કરી

  • Share this:
મુંબઈઃ રિલાયન્સ જિયો (Reliance Jio)એ પોતાના ગ્રાહકોને ગિફ્ટ આપવા માટે વધુ એક મોટી સર્વિસની જાહેરાત કરી છે જિયોએ Disney+ Hotstarની સાથે પાર્ટનરશિપ કરી છે, જેનાથી પ્રીપેડ ગ્રાહકોને 1 વર્ષ માટે તેનું સબ્સક્રિપ્શન કોઈ વધારાનો ચાર્જ આપ્યા વગર મળશે. મળતી માહિતી મુજબ ગ્રાહક 1 વર્ષ માટે Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શનનો ફાયદો મેળવવા માટે મંથલી કે વાર્ષિક પેકની સાથે ડેટા ઓન વાઉચરનો ઉપયોગ કરી શકે છે.

શું છે Disney+ Hotstar VIP?

તેમાં ગ્રાહક લેટેસ્ટ બ્લોકબસ્ટર બોલિવૂડ ફિલ્મો (બાઘી, અંગ્રેજી મીડિયમ), ગ્લોબલ મૂવિઝ અને હિન્દી, તમિલ અને તેલુગુમાં ડબ થયેલા શો જોઈ શકશે. તેમાં સુપરહીરો (Avengers: End Game), લેટેસ્ટ એનિમેશન ફિલ્મો (ધ લાયન કિંગ, ફ્રોઝન 2), કિડ્સ ફેવરિટ કેરેક્ટર (મિક્કી માઉસ, ડોરેમોન) જોવા મળશે. તેની સાથોસાથ એક્સકલૂસિવ હોટસ્ટાર સ્પેશલ અનિલિમિટેડ (Criminal Justice, Special Ops), લાઇવ સ્પોર્ટ્સ અને બીજું ઘણું બધું જોવા મળશે.

જિયો પર કેવી રીતે મળશે 1 વર્ષનું Disney+ Hotstar VIP સબ્સક્રિપ્શન

>> 401 રૂપિયાનો મંથલી પ્લાન

આ પ્લાનમાં ગ્રાહકોને 90GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયો એપ્સને એક્સેસ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની હોય છે. આ પ્લાનને રિચાર્જ કરાવતાં ગ્રાહકોને 1 વર્ષ માટે 399 રૂપિયા કિંમતવાળું Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શન આપવામાં આવશે.

>> 2599 રૂપિયાનો વાર્ષિક પ્લાન

આ વાર્ષિક પ્લાનમાં ગ્રાહકોને 740 GB ડેટાની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયો એપ્સનું એક્સેસ મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનને પસંદ કરનારા ગ્રાહકોને 1 વર્ષ માટે 399 રૂપિયા કિંમતવાળું Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શન આપવામાં આવશે.


આ પણ વાંચો, ધરતીપુત્રને ખેતરમાં મળ્યો ખજાનો! માટલામાં દાટ્યો હતો સોના-ચાંદીનો ભંડાર

>> Add-ON ડેટા પ્લાન

ઉપર આપવામાં આવેલા પ્લાનના એડિશનમાં જો જિયો ગ્રાહકોની પાસે ડેટા ખતમ થઈ જાય છે તો તે ડેટા એડ-ઓન વાઉચરનો કોમ્બો પેક પસંદ કરી શકે છે. તેની પ્રારંભિક કિંમત 612 રૂપિયા (51 રૂપિયાના 12 વાઉચર) છે, જેમાં ગ્રાહકોને 1 વર્ષ માટે 399 રૂપિયા કિંમતવાળું Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શન આપવામાં આવશે.

(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)

આ પણ વાંચો, રાહતના સમાચાર! ભારતમાં સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ ખતમ થવાનો દાવો



 
First published: June 7, 2020, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading