જીયોની સૌથી ધમાકેદાર ઓફર, 6 મહિના સુધી ફ્રિ ઇન્ટરનેટ અને કોલિંગ

News18 Gujarati
Updated: January 3, 2019, 7:39 AM IST
જીયોની સૌથી ધમાકેદાર ઓફર, 6 મહિના સુધી ફ્રિ ઇન્ટરનેટ અને કોલિંગ
News18 Gujarati
Updated: January 3, 2019, 7:39 AM IST
399 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેસબેક બાદ જીયો પોતાના ગ્રાહકો માટે જબરદસ્ત ઓફર લઇને આવ્યું છે. આ ઓફરનું નામ જીયોફોન ન્યૂઝ યર ઓફર છે, આ ઓફર પ્રમાણે તમારે માત્ર 1095 રૂપિયામાં જીયોફોનની સાથે 6 મહિના માટે ફ્રી ડેટા અને કોલિંગની સુવિધા મળશે.

જીયોના આ જીયોફોન ન્યૂ યર ઓફરમાં તમને 501 રૂપિયામાં જીયોફન મળશે અને તે પછીના 6 મહિના સુધી માત્ર 99 રૂપિયાના રિચાર્જ વાઉચર્સ આપવામાં આવશે. આવી રીતે જીયો ફોનની સાથે તને 6 મહિના સુધી ફ્રી વોયસ કોલિંગ અને ડેટા માત્ર 1096 રૂપિયામાં મળી જશે. ઉલ્લેખનીય છે કે આ સ્કીમ જીયોફોન મોનસૂન હંગામા એક્સચેંજ ઓફર સાથે જોડાયેલી છે તો નવા જીયોફન માટે જૂના ફિચર્ચ ફોન એક્સચેંજમાં આપવો પડશે.આવી રીતે ઉઠાવો ફાયદો

જો તમે આ ઓફરનો લાભ ઉઠાવવા ઇચ્છતા હોય તો આ માટે તમારે જીયોની ઓફિશિયલ વેબસાઇટ www.jio.comમાં 1095 રૂપિયાના 'JioPhone Festive Gift Card' ખરીદવો પડશે. ત્યારબાદ કંપની તમને કાર્ડ ડિલિવર કરશે. કાર્ડ મેળવ્યા બાદ તમારે નજીકના રિલાયન્સ ડિઝિટલ, Myjio સ્ટોર પર પોતાનો જૂનો ફિચર ફોન લઇને જવાનું રહેશે, ત્યારબાદ ત્યાંથી તમને નવો જીયો ફોન નવા સીમ સાથે આપવામાં આવશે.


12 મહિના છે કાર્ડની વેલિડિટી

JioPhone Festive ગિફ્ટ કાર્ડ 12 મહિના માટે વેલિડ હોય છે અને આ દરમિયાન તમે ક્યારે પણ જીયો ફોન લઇ શકો છો, ઉલ્લેખનીય છે કે આ ઓફર સિવાય જીયો ફોન 501 રૂપિયામાં એક્સચેંજને બદલે મળી રહ્યો છે પરંતુ તેમાં તમને 6 મહિનાની ફ્રી સર્વિસ નહીં મળે. (ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે, નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે છે.) 
First published: January 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...