Home /News /tech /

'JioPhone 2' નો સેલ શરૂ, આવી રીતે ખરીદાશે

'JioPhone 2' નો સેલ શરૂ, આવી રીતે ખરીદાશે

jio phone 2ની ફાઇલ તસવીર

રિલાયન્સ JioPhone 2નો બીજો ફ્લેશ સેલ આજે એટલે કે 30 ઓગસ્ટ 2018ના દિવસે બપોરે 12 વાગે શરુ થવા જઇ રહ્યો છે.

    રિલાયન્સ JioPhone 2નો બીજો ફ્લેશ સેલ આજે એટલે કે 30 ઓગસ્ટ 2018ના દિવસે બપોરે 12 વાગે શરુ થઈ ગયો છે. જો તમે આ શાનદાર JioPhone 2ને ખરીદવા માંગો છો તો તમે આ ફોનને jio.com ઉપર ચાલુ થનારા ફ્લેશ સેલમાંથી લઇ શકો છો. JioPhone 2નો પહેલો ફ્લેસ સેલ થોડી જ મિનિટોની અંદર જ આઉટ ઓફ સ્ટોક થઇ ગયો હતો. ફ્લેશ સેલ માત્ર Jio.com વેબસાઇટ ઉપર જ હશે. JioPhone 2નો પહેલો ફ્લેશ સેલ 16 ઓગસ્ટ 2018ના રોજ થયો હતો.

    આવી રીતે કરાવી શકો છો JioPhone 2નું બુકિંગ

    jio.com વેબસાઇટ ખોલીને સૌથી પહેલા JioPhone 2ના ફ્લેશ સેલનો ઓપ્શન આવશે. જેમાં તમારે ફ્લેશ સેલ ઉપર ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ સ્ક્રીન ઉપર buy nowનો વિકલ્પ આવશે. જેના ઉપર ક્લિક કરવાની સાથે જ તમને પિનકોડ નાખીને હોમ ડિલીવરી ઉપલબ્ધતા વિશે જાણી શકો છો.

    બુકિંગમાં તમારે તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી નાખવાનું રહેશે. ત્યારબાદ જે એડ્રેસ ઉપર ફોનની ડિલીવરી કરાવવા માંગતા હોવ તેની પ્રોસેસ પુરી કરવાની રહેશે. આ પ્રોસેસ બાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. નેટબેકિંગ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. ફોન બુકિંગ કરાવ્યા પછી તમારે તમારા રજિસ્ટર્ડ નંબર કે ઇમેઇલ આઇડી ઉપર કન્ફોર્મેશનનું નોટિફિકેશન મળશે.

    JioPhone 2ના આવા છે ફિચર

    JioPhone 2માં ફુલ કીબોર્ડની સાથે હોરિજેન્ટર સ્ક્રીન ડિસ્પ્લે હશે. ફુલ કિબોર્ડમાં ક્વાર્ટી કીપેડ આપવામાં આવ્યું છે. જેનાથી ટાઇપિંગમાં સરળતા રહેશે. આ ફોનમાં 2.4 ઇંચની ડિસ્પ્લે અને 512MBનો રિયર કેમેરો મળશે. આ ફોનને 4GB ઇન્ટરનલ સ્ટોરેશ મળશે. જેને માઇક્રો એસડી કાર્ડ થકી 128 GB સુધી વધારી શકાશે.

    જો કેમેરાની વાત કરીએ તો ફોનમાં રિયર એન્ડ મેં 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. જ્યારે સેલ્ફી માટે મોબાઇલમાં ફ્રન્ટમાં VGA કેમરા છે. આ ઉપરાંત ફોનમાં Wi-Fi, GPS, FM અને બ્લૂટૂથથી સજ્જ હશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Jiophone 2, રિલાયન્સ જીયો

    આગામી સમાચાર