Home /News /tech /

'JioPhone 2'નો ફ્લેશ સેલ શરૂ, જાણો ક્યાંથી ખરીદશો આ શાનદાર ફોન

'JioPhone 2'નો ફ્લેશ સેલ શરૂ, જાણો ક્યાંથી ખરીદશો આ શાનદાર ફોન

આ સ્વતંત્રતા દિવસ પર રિલાયન્સે જિયો ફોન 2 લોન્ચ કરવામાં આવ્યો. આ એડવાન્સ 4G ફોન કેટલાક શાનદાર ફિચર્સથી લેસ છે

આ સ્વતંત્રતા દિવસ પર રિલાયન્સે જિયો ફોન 2 લોન્ચ કરવામાં આવ્યો. આ એડવાન્સ 4G ફોન કેટલાક શાનદાર ફિચર્સથી લેસ છે

    આ સ્વતંત્રતા દિવસ પર રિલાયન્સે જિયો ફોન 2 લોન્ચ કરવામાં આવ્યો. આ એડવાન્સ 4G ફોન કેટલાક શાનદાર ફિચર્સથી લેસ છે અને લઈને લોકો વચ્ચે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિલાયન્સે જ્યાં ગઈ કાલે એટલે 15 ઓગસ્ટે ફોનની લોન્ચિંગ કરી, જ્યારે કંપની આજે કર્વ્ટી કિપેડવાળા જિયો ફોન 2ની ફ્લેશ સેલ બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ ગયો હતો. આ ફોનને તમે જિયોની ઓફિશિયલ વેબસાઈટ WWW.Jio.Comથી ખરીદી શકો છો.

    આટલી હશે કિંમત

    જો તમે આ ફોન ખરીદવાનો મન બનાવી રહ્યાં છો તો આના માટે તમારે માત્ર 2.999 રૂપિયા આપવા પડશે.

    આ છે ફોનના ફિચર્સ

    આ ફોનમાં તમને 2.4 ઈચની ડિસ્પલે અને 512MBની રેમ મળશે. આમા તમને 4GBનું ઈન્ટરનલ સ્ટોરેજ મળશે, જેને એસડી કાર્ડથી 128GB સુધી વધારી શકાશે. કેમેરાના વાત કરીએ તો રિયરમાં 2 એમપીનો પ્રાઈમરી કેમેરો હશે, જ્યારે સેલ્ફી માટે આ મોબાઈલમાં ફ્રન્ટમાં VGA કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન Wi-Fi, GPS, બ્લૂટૂથ અને FM પણ તમને મળશે.

    Jio Phone 2માં 2000mAhની બેટરી આપવામાં આવી છે અને ફોન KAI ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. આમાં કિપેડ હશે. આ ફોનમાં વોઈસ આસિસ્ટેન્ટ માટે એક ડેડિકેટેડ બટન પણ આપવામાં આવ્યો છે. આ ફોન 24 ભારતીય ભાષાઓ સપોર્ટ કરશે. તે ઉપરાંત જિયો ફોન વોઈસ કમાન્ડને પણ સપોર્ટ કરશે.

    WhatsApp અને YouTubeની પણ લઈ શકશો મજા

    ફિજિકલ કર્વ્ટી કિપેડવાળા આ ફોનમાં વોટ્સએપ અને યુટ્યુબ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. એટલે તમે આમાં વોટ્સએપના ઉપયોગની સાથે-સાથે યુટ્યુબના વીડિયો પણ જોઈ શકશો.
    Published by:Mujahid Tunvar
    First published:

    આગામી સમાચાર