Home /News /tech /

Jio Phone 2 ખરીદવા માટે વધુ એક તક, બપોરે 12 વાગે શરૂ થશે સેલ

Jio Phone 2 ખરીદવા માટે વધુ એક તક, બપોરે 12 વાગે શરૂ થશે સેલ

ફાઇલ તસવીર

જો તમે હજી સુધી રિલાયન્સ Jio Phone 2 ખરીદ્યો નથી તો તમારા માટે આ ફોનને ખરીદવાની વધુ એક તક છે.

    જો તમે હજી સુધી રિલાયન્સ Jio Phone 2 ખરીદ્યો નથી તો તમારા માટે આ ફોનને ખરીદવાની વધુ એક તક છે. 20 સપ્ટેમ્બરના દિવસે આ સેલ શરૂ થવા જઇ રહ્યો છે. બપોરે 12 વાગ્યે શરૂ થશે. જ્યાંથી તમે સરળતાથી આ ફોનનું બુકિંગ કરી શકો છો. આ શેલ www.jio.com પર થશે. JioPhone2નો પહેલો ફ્લેશ સેલ 16 ઓગસ્ટ 2018ના દિવસે થઇ હતી. જોકે, થોડી જ મિનિટોમાં તે આઉટ ઓફ સ્ટોક થઇ ગયો હતો.

    જો સેલમાં આ ફોનને ખીદવા માટે તમારે પેયટીએમ વોલેટથી કરો છો તો ફોન ઉપર રૂ.200ની કેશબેક મળશે. jio.com ખોલવાથી સૌથી પહેલા JioPhone2નો ફ્લેસ સેલ ઓપ્શન આવશે. આમ તમારે ફ્લેસ શેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સ્ક્રીન ઉપર Buy Nowનો વિકલ્પ આવશે. જેના ઉપર ક્લિક કરતા જ આ વિસ્તારનો પીન કોડ નંબર નાખીને હોમ ડિલિવરી માટે ઉપલબ્ધતા વિશે જાણી શકો છો.

    બુકિંગમાં તમને તમારા નામ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી આપવાનું રહેશે. ત્યારબાદ જે એડ્રેસ ઉપર ફોનની ડિલિવરી કરાવવા માંગો છો એ સરનામું આપવાનું રહેશે. આ પ્રોસેસને પુરી કર્યા બાદ પેમેન્ટ કરવાનું રહેશે. નેટબેકિંગ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ દ્વારા તમે તમારું પેમેન્ટ કરી શકો છો. આ ફોનની બુકિંગ કર્યા બાદ પોતાનો રજિસ્ટર્ડ નંબર કે પછી ઇ-મેઇલ આઇડી ઉપર કન્ફર્મેશન નોટિફિકેશન મળશે.

    JioPhone2માં ફૂલ કીબોર્ડની સાથે હોરિજેન્ટલ સ્ક્રીન ડિસ્પ્લે હશે. ફૂલ કિબોર્ડમાં ક્વાર્ટી કીપેડ આપવામાં આવી છે. જેનાથી ટાઇપિંગમાં સરળતા રહે. આ ફોનમાં તમને 2.4 ઇંચની ડિસ્પ્લે અને 512MB રેમ મળશે. જેમાં તમને 4GBનો ઇન્ટરનલ સ્ટોરેઝ છે. જેમાાં માઇક્રો એસડી કાર્ડ થકી 125 GB સુધી વધારી શકાશે. જો કેમેરાની વા કરીએ તો ફોનમાં રિયર એન્ડમાં 2 મેગાફિક્લસનો પ્રાઇમરી કેમેરો છે. જબકી સેલ્ફી માટે મોબાઇલમાં ફ્રન્ટમાં VGA કેમેરા હશે. ફોનમાં Wi-Fi, GPS, બ્લૂટૂથ અને એફએમ સુવિધાથી સજ્જ છે.

    JioPhone 2માં 2,000mAhની બેટરી છે. આ KAI ઓપરેટિંગ સિસ્ટમ ચાલશે. આ ફોનમાં વોઇસ અસિસ્ટેન્ટ માટે એક ડેડિકેટેડ બટન હશે. આ ફોનમાં 24 ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Cashback, Discount, Payment, Today

    આગામી સમાચાર