જીયો-ઓપ્પો મોનસૂન ઓફર: 3200GB ડેટા સાથે મળશે રૂ. 4900નું કેશબેક

News18 Gujarati
Updated: June 29, 2018, 2:43 PM IST
જીયો-ઓપ્પો મોનસૂન ઓફર: 3200GB ડેટા સાથે મળશે રૂ. 4900નું કેશબેક

  • Share this:
જીયો ઓપ્પો સાથે મળીને 'જીયો ઓપ્પો મોનસૂન ઓફર' લઈને આવ્યું છે. આ પ્લાન હેઠળ તમે 3200GB જીયો 4જી ડેટાની સાથે 4900 રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો. આ ઓફર્સનો ફાયદો એજ લોકો ઉઠાવી શકશે, જે ઓપ્પો ફોનનો ઉપયોગ જુના કે નવા જીયો સીમ સાથે કરી રહ્યા છે. એટલે કે ઓપ્પો ફોનનો ઉપયોગ જરૂરી છે.

198-299ના રિચાર્જ પર ઉઠાવી શકો છો લાભ
આ ઓફરમાં કસ્ટમરને 1800 રૂપિયાનું ઈન્ટરનેટ કેશબેક મળશે. તમને માય જીયો એપમાં 50-50 રૂપિયાના 36 વાઉચર મળશે. તમને આ લાભ 198-299 રૂપિયાના રિચાર્જ પર મળશે. આ રિચાર્જ 25 સપ્ટેમ્બર 2018 પહેલા કરવું જરૂરી છે. આ સિવાય તમારે આ પ્લાનમાં જીયો મની ક્રેડિટ પણ મળશે. તેનો ફાયદો તમે ત્રણ ભાગમાં ઉઠાવી શકો છો અને દરેક વખતે તમને 600 રૂપિયા મળશે. આ લાભ તમને 13માં, 26માં અને 39માં રિચાર્જ બાદ મળશે.

28 જૂનથી શરૂ થઈ રહી છે ઓફર ડેટ
સાથે આ પ્લાનમાં પાર્ટનર કૂપન બેનિફિટ પણ મળશે. આ અંતર્ગત મેકમાયટ્રીપ તરફથી તમને 1300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન મળશે. આ ઓફર ડેટ 28 જૂનથી શરૂ થઈ રહી છે. આના માટે તમારે 198-299 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. આમ તો 198 રૂપિયાના રિચાર્જ પર કેશબેક ઓછુ મળશે. જો કેશબેક વાઉચરનો ઉપયોગ ન કરવામાં આવે તો, 30 સપ્ટેમ્બર 2021ના રોજ એક્સપાયર થઈ જશે.
First published: June 29, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...