Home /News /tech /JIO યૂઝર્સ માટે બમ્પર ધમાકો, 6 મહિના સુધી ફ્રિ મળશે અનલિમિટેડ 4G ડેટા

JIO યૂઝર્સ માટે બમ્પર ધમાકો, 6 મહિના સુધી ફ્રિ મળશે અનલિમિટેડ 4G ડેટા

જિયોના ફિચર ફોન જિયો ફોન-2નું વેચાણ 15 ઓગસ્ટથી શરૂ થશે.

જિયોના ફિચર ફોન જિયો ફોન-2નું વેચાણ 15 ઓગસ્ટથી શરૂ થશે.

નવી દિલ્હી, રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે. કંપનીએ આ પ્લાન મોનસૂન હંગામાં હેઠળ બજારમાં લોન્ચ કર્યો છે. આમાં જિયોનો સૌથી ધમાકેદાર પ્લાન 594 રૂપિયાવાળો છે. આમાં યૂઝર્સને 6 મહિના સુધી અનલિમિટેડ ફ્રિ કોલ્સ સાથે અનલિમિટેડ 4G ડેટાનો પણ ફાયદો મળશે. તે ઉપરાંત જિયોએ મોનસૂન હંગામાં ઓફરમાં યૂઝર્સને અન્ય પણ કેટલીક ઓફર્સ આપવામાં આવી રહી છે.

594 રૂપિયાવાળા પ્લાનમાં શું-શું?

રિલાયન્સ જિયોએ મોનસૂન હંગામાં ઓફર હેઠળ લોન્ચ કરેલ આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે યૂઝર્સને 6 મહિના સુધી અનલિમિટેડ ફ્રિ ડેટાનો લાભ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત અનલિમિટેડ એસએમએસ પણ સામેલ છે. તે ઉપરાંત જિયોએ પોતાના જિયો ફોન યૂઝર્સ માટે બે અન્ય પ્લાન બજારમા લોન્ચ કર્યાં છે.

નવા સિમવાળાઓને પણ ફાયદો

મોનસૂન હંગામાં ઓફરમાં યૂઝર્સ પોતાના કોઈપણ ચાલૂ ફિચર્સ ફોનના બદલે જિયો ફોનને 501 રૂપિયા આપીને એક્સચેન્જ કરી શકે છે. નવા જિયો સિમવાળા યૂઝર્સને આ પ્લાન વન ટાઈમ એક્ટિવેશનના રૂપમાં આપવામાં આવશે. આ પ્લાનનો લાભ મોબાઈલ નંબર પોર્ટબિલિટી (MNP) કરાવનાર યૂઝર્સને પણ આપવમાં આવશે.

જિયો 99 રૂપિયાવાળો પ્લાન

જિયો ફોન યૂઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ સાથે જ ફ્રિ એસએમએસ (પ્રતિદિવસે 100) સાથે જ પ્રતિદિવસ ઉપયોગ માટે 500 એમબી 4G ડેટા પણ આપવામાં આવસે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં મૂળ રૂપમાં જિયો ફોન અને જિયો ફોન 2 યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 14 જીબી ડેટા મળશે.

જિયો 153 રૂપિયાવાળો પ્લાન

જિયોના આ પ્લાનને પણ મૂળ રૂપમાં જિયો ફોન યૂઝર્સ માટે ઉતારવામાં આવ્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને પ્રતિદિવસે 1.5GB 4G ડેટાનો લાભ મળશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. યૂઝર્સને કુલ 42 જીબી ડેટાનો લાભ મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. યૂઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ફ્રિ એસએમએસ (પ્રતિદિવસ 100)નો પણ લાભ મળે છે. તમને જણાવી દઈએ કે, જિયોના ફિચર ફોન જિયો ફોન-2નું વેચાણ 15 ઓગસ્ટથી શરૂ થશે.
First published:

Tags: Jio, Jio offers

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો