Home /News /tech /Jioએ લોન્ચ કર્યા 3 નવા પોસ્ટપેડ પ્લાન્સ, ખરીદી પર ફ્રીમાં મળશે JioFi 4G વાયરલેસ હોટસ્પોટ
Jioએ લોન્ચ કર્યા 3 નવા પોસ્ટપેડ પ્લાન્સ, ખરીદી પર ફ્રીમાં મળશે JioFi 4G વાયરલેસ હોટસ્પોટ
250 રૂપિયાથી ઓછી કિંમતમાં 10 લોકો ચલાવી શકશે હાઈ-સ્પીડ ઇન્ટરનેટ
Reliance Jio Postpaid Plans: આ પ્લાનમાં યુઝર્સને કોઈપણ પ્રકારના વોઈસ કે એસએમએસ લાભ નહીં મળે. ગ્રાહકો આ પ્લાન્સ હેઠળ મફત પોર્ટેબલ JioFi ડિવાઇસનો લાભ લઈ શકે છે.
Reliance Jio Postpaid Plans: સસ્તા અને આકર્ષક પ્લાન માટે જાણીતી અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) તેના ગ્રાહકો માટે ફરી એકવાર ભેટ લઈને આવી છે. JioFi 4G વાયરલેસ હોટસ્પોટની ખરીદી પર 3 નવા માસિક પોસ્ટપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. આ પ્લાન્સની કિંમત રૂ 249, રૂ 299 અને રૂ 349 છે. ત્રણેય પ્લાનમાં ડેટા લિમિટ અલગ-અલગ હશે.
તેનો સૌથી સસ્તો એટલે કે બેઝ પ્લાન 30GB ડેટા સાથે આવે છે. તો, 299 રૂપિયા અને 349 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 40GB અને 50GB ડેટા અનુક્રમે ઉપલબ્ધ છે. ત્રણેય પ્લાનની વેલિડિટી 1 મહિનાની છે. આ સાથે 18 મહિનાનો લોક-ઈન પિરિયડ પણ હશે. તેમજ આ પ્લાનમાં યુઝર્સને કોઈપણ પ્રકારના વોઈસ કે એસએમએસ લાભ નહીં મળે. ગ્રાહકો આ પ્લાન્સ હેઠળ મફત પોર્ટેબલ JioFi ડિવાઇસનો લાભ લઈ શકે છે. આ ડિવાઇસ ઉપયોગ પછી પરત કરવાની શરતે ઉપલબ્ધ થશે.
Jioની વેબસાઇટ અનુસાર, 249 રૂપિયાનો નવો પોસ્ટપેડ રિચાર્જ પ્લાન એક મહિનાની વેલિડિટી સાથે 30GB ડેટા ઓફર કરે છે. 299 રૂપિયાના પોસ્ટપેડ રિચાર્જ પ્લાનમાં 40GB ડેટા ઉપલબ્ધ છે અને 349 રૂપિયાના પ્લાનમાં 50GB ડેટા ઉપલબ્ધ છે. દરેક પ્લાન 1 મહિનાની વેલિડિટી સાથે આવે છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64kbps થઈ જશે.
રૂ. 249, રૂ. 299 અને રૂ. 349ના JioFi પોસ્ટપેડ રિચાર્જ પ્લાનની પસંદગી કરનારા ગ્રાહકોને JioFi 4G વાયરલેસ પોર્ટેબલ હોટસ્પોટ ફ્રીમાં મળશે. તેનો ઉપયોગ કરીને ગ્રાહકને તે પરત કરવાનો રહેશે. જેમ કે જણાવવામાં આવ્યું છે, આ પેકમાં વૉઇસ કૉલિંગ અને SMSના લાભો મળતા નથી. JioFi 4G વાયરલેસ હોટસ્પોટ નેનો સિમને સપોર્ટ કરે છે.
કંપનીનો દાવો છે કે તે 150mbpsની સ્પીડ સાથે 5 થી 6 કલાકની સર્ફિંગ ઓફર કરે છે. આ સાથે, એવું કહેવામાં આવ્યું છે કે તે એક સમયે 10 જેટલા ડિવાઇસીઝને કનેક્ટ કરી શકે છે. JioFi 4G હોટસ્પોટ ડિવાઇસમાં કનેક્ટિવિટી માટે માઇક્રો-USB પોર્ટ અને માઇક્રોએસડી કાર્ડ સ્લોટ મળે છે. તેમાં 2,300mAh બેટરી આપવામાં આવી છે. ડિવાઇસનું ડાયમેન્શન 85x55x16mm છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર