Home /News /tech /

Jioએ લોન્ચ કર્યા 555 અને 2,999 રૂપિયાવાળા પ્લાન, 365 દિવસ સુધી Disney+ Hotstar Mobile મેમ્બરશિપ ફ્રી!

Jioએ લોન્ચ કર્યા 555 અને 2,999 રૂપિયાવાળા પ્લાન, 365 દિવસ સુધી Disney+ Hotstar Mobile મેમ્બરશિપ ફ્રી!

આ પ્લાન્સ IPL ટૂર્નામેન્ટના ફેન્સને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યા છે.

Jio Prepaid Plans: 2,999 રૂપિયાનો Jio પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલિમિટેડ ડેટા (2.5GB પ્રતિ દિવસ) સાથે અનલિમિટેડ વોઇસ કોલ અને પ્રતિ દિન 100 ફ્રી SMS ઓફર કરે છે.

    Jio Prepaid Plans: Reliance Jioએ Disney+ Hotstar Mobileના એક વર્ષના સબ્સ્ક્રિપ્શન સાથે 555 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. કંપનીએ તેના હાલના 2,999 રૂપિયાના વાર્ષિક પ્રીપેડ પ્લાનમાં 499 રૂપિયાનું Disney+ Hotstar Mobile સબસ્ક્રિપ્શન ઉમેર્યું છે. 555 રૂપિયાનું Jio Cricket Data Add On Pack 55 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ છે. તે 55GB ડેટા અને Jio એપ્સના કોમ્પ્લીમેન્ટરી સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે. કંપનીએ નવો પ્લાન IPL ક્રિકેટ ટૂર્નામેન્ટના ચાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કર્યો છે. 2,999 રૂપિયાના વાર્ષિક પ્લાન સાથે 499 રૂપિયાની Disney+ Hotstar Mobile સબ્સ્ક્રિપ્શન ઓફર માત્ર મર્યાદિત સમય માટે છે.

    Jio Rs. 555, Rs. 2,999 prepaid recharge plan benefits

    Jioની એક પ્રેસ રિલીઝ અનુસાર, લૉન્ચ કરવામાં આવેલા નવા 555 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાન અને હાલના 2,999 રૂપિયાના પ્લાન સાથે હવે એક વર્ષનું Disney+ Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન મળે છે. બંડલ સબસ્ક્રિપ્શન સિવાય બંને પેકના અલગ-અલગ બેનેફિટ્સ છે.

    આ પણ વાંચો: Smartphone Insurance માટે ICICI લોમ્બાર્ડે Airtel Payments Bank સાથે કર્યો કરાર, જુઓ ડિટેલ્સ

    555 રૂપિયાનો Jio પ્રીપેડ રિચાર્જ પ્લાન 55GB સુધીનો ડેટા ઓફર કરે છે અને તેની વેલિડિટી 55 દિવસની છે. અહીં ધ્યાન આપો કે પ્લાનમાં વોઇસ કોલિંગ અને SMS બેનિફિટ ઉપલબ્ધ નથી. આ પ્લાનમાં Jio એપ્સનું કોમ્પ્લીમેન્ટરી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

    2,999 રૂપિયાનો Jio પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલિમિટેડ ડેટા (2.5GB પ્રતિ દિવસ) સાથે અનલિમિટેડ વોઇસ કોલ અને પ્રતિ દિન 100 ફ્રી SMS ઓફર કરે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે અને તે Jio એપ્સના કોમ્પ્લીમેન્ટરી સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે. કંપનીએ પ્લાનમાં એક વર્ષનું Disney+ Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન ઉમેર્યું છે, જે એક લિમિટેડ ઓફર હોવાનું કહેવાય છે.

    આ પણ વાંચો: Elon Musk લાવી શકે છે નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વિટર-ફેસબુકને આપશે ટક્કર?

    અગાઉ જણાવ્યા મુજબ, આ પ્લાન્સ IPL ટૂર્નામેન્ટના ફેન્સને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યા છે. IPL 26 માર્ચથી શરૂ થઈ છે. ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન સાથે, તમે લાઇવ સ્પોર્ટ્સ મેચો જોઈ શકો છો. તમે MyJio એપ અથવા Jio વેબસાઇટ પર જઈને 2999 રૂપિયા અને 555 રૂપિયાના પ્લાન સાથે રિચાર્જ કરી શકો છો. થર્ડ પાર્ટી એપ્સ અને વેબસાઈટની મુલાકાત લઈને પણ પ્લાન રિચાર્જ કરી શકાય છે.

    How to activate Disney+ Hotstar Mobile subscription after recharging with the Jio plans

    અકાઉન્ટને 555 રૂપિયા અથવા 2,999 રૂપિયાના Jio પ્લાન સાથે રિચાર્જ કર્યા બાદ તમને તમારી MyJio એપમાં એક યુનિક Disney+ Hotstar મોબાઇલ કૂપન કોડ મળશે. તમે આ કૂપન કોડનો ઉપયોગ Hotstar સબ્સ્ક્રિપ્શન ઑફર વેબપેજ પર જઈને અને તમારા મોબાઈલ નંબર સાથે લોગ ઇન કરીને કરી શકો છો. તમારી એક વર્ષની Hotster મોબાઈલ મેમ્બરશિપ એક્ટિવેટ થઈ જશે.

    Jioની જેમ Airtel અને Vi પાસે પણ Disney+ Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શનવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાન છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Mobile and Technology

    આગામી સમાચાર