જિયોની ગિફ્ટ- હવે યુઝર્સ JioPhone દ્વારા બુક કરી શકશે ટ્રેનની ટિકિટ

News18 Gujarati
Updated: January 28, 2019, 5:11 PM IST
જિયોની ગિફ્ટ- હવે યુઝર્સ JioPhone દ્વારા બુક કરી શકશે ટ્રેનની ટિકિટ
રિલાયન્સ જિયોએ JioPhone અને JioPhone 2ના યુઝર્સ માટે JioRail app લોન્ચ કરી છે

આ એપ દ્વારા જિયો ફોન યુઝર્સ IRCTCની સર્વિસનો લાભ લઇ શકશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રિલાયન્સ જિયોએ JioPhone અને JioPhone 2ના યુઝર્સ માટે JioRail app લોન્ચ કરી છે. આ એપ દ્વારા જિયો ફોન યુઝર્સ IRCTCની સર્વિસનો લાભ લઇ શકશે. જિયો રેલ એપથી યુઝર્સ ડેબિટ, ક્રેડિટ અને e-wallet દ્વારા ટિકિટ બુક કરાવી શકે છે. સાથે જ આમાં ટિકિટ કેન્સલ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.

JioRai એપ દ્વારા યુઝર્સ માટે PNR સ્ટેટ્સ, ટ્રેનનો સમય, રુટ, સીટ વિશેની માહિતી મેળવી શકશે. ઉપરાંત આગામી સમયમાં આ એપમાં PNR સ્ટેટ્સ ચેન્જ એલર્ટ, લોકેટ ટ્રેન અને ફૂડ ઓર્ડરની પણ સુવિદ્યા મળશે.

JioPhone યુઝર્સ આ એપને Jio App સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે. ઉપરાંત તત્કાલ ટિકિટ બુક કરવાની પણ સુવિદ્યા મળશે. જો કોઇ યુઝર IRCTC એકાઉન્ટ ન ધરાવતાં હોય તો આ એપ દ્વારા તેઓ એકાઉન્ટ પણ ક્રિએટ કરી શકશે.આ પણ વાંચો: દમદાર બેટરી અને ખાસ સ્ક્રિન સાથે આજે લૉન્ચ થશે Realmeનો નવો સ્માર્ટફોન

આ એપનો ઉપયોગ કરી યુઝર્સ સરળતાથી ટિકિટ બુક કરાવી શકે છે. જેના કારણે તેને ટિકિટ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે અને ટિકિટ બુકીંગ માટે એજન્ટને વધારાના પૈસા આપવા નહીં પડે.
First published: January 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...