ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની શિયોમી એ તેમનો નવો સ્માર્ટફોન Redmi Note 6 પ્રો લોન્ચ કર્યો છે. આ ફોનને બે વેરિયન્ટ 4 જીબી રેમ + 64 જીબી અને 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
આ ફોનના 4 જીબી રેમ + 64 જીબીના વેરિયન્ટ 13,999 રૂપિયામાં મળશે. તે જ સમયે, 6 જીબી રેમ +64 જીબીની વેરિયન્ટ કિંમત 15,999 રૂપિયા છે. ફોન ખરીદવા પર જિયો તરફથી 2400 રૂપિયા ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવી રહ્યું છે. તેની સાથે 6TB ડેટા પણ મળશે. આ કેશબેક 100-100 રૂપિયાના 24 વાઉચર રૂપિમાં મળશે જે 299 રૂપિયાના રિચાર્જ પ્લાન પર વેલિડ હશે. ઉપરાંત, 198 અથવા તેનાથી વધુ ચાર રિચાર્જ પર ડબલ ડેટા બેનિફીટ મળશે.
આ છે રેડમી નોટ 6 પ્રોનું સ્પેસિફિકેશન
રેડમી નોટ 6 પ્રોમાં એફએચડી + રેઝોલ્યુશન સાથે 6.18 ઇંચની ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રૅગન 636 પ્રોસેસર છે. આ સ્માર્ટફોન 4 જીબી રેમ + 64 જીબી અને 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વિકલ્પ સાથે લોન્ચ કર્યો છે. તેના સ્ટોરેજને 256GB સુધી વધારી શકાય છે. ફોનમાં 4,000 એમએચની બેટરી આપવામાં આવી છે.
તેના રિયર કેમેરા 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સેલ છે. ત્યાં, સેલ્ફી માટે રેડમી નોટ 6 પ્રોમાં 20 મેગાપિક્સેલ અને 2 મેગાપિક્સેલનાં કેમેરા આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન MIUI 10 પર ચાલશે, જે એન્ડ્રોઇડ 8.1 ઓરેયો પર આધારિત છે. આ ફોનમાં બ્લેક, બ્લૂ, પિંક અને રેડ કલરમાં લોન્ચ થયેલ છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર