Jio GigaFiber : 5 સપ્ટેમ્બરથી શરૂ, વાર્ષિક પ્લાન સાથે HD/4K ટીવી અને 4K સેટ ટોપ બોક્સ મફત

Jio GigaFiberના તમામ પ્લાનમાં વોઇસ કોલ હંમેશા મફત રહેશે. જિયો ફાઇબર પ્લાન મહિને રૂ. 700થી રૂ. 10,000 સુધી રહેશે.

News18 Gujarati
Updated: August 12, 2019, 1:39 PM IST
Jio GigaFiber : 5 સપ્ટેમ્બરથી શરૂ, વાર્ષિક પ્લાન સાથે HD/4K ટીવી અને 4K સેટ ટોપ બોક્સ મફત
રિલાયન્સની 42મી AGMમાં જાહેરાત
News18 Gujarati
Updated: August 12, 2019, 1:39 PM IST
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના ગ્રાહકોને સૌથી મોટી ભેટ આપી છે. હવે તમે ઘર બેઠા સેટ ટોપ બોક્સની મદદતી વીડિયો કોલ કરી શકશો. આ માટે સેટ ટોપ બોક્સને ગીગા ફાઇબર નેટવર્ક સાથે જોડવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે ડિજિટલ યુગમાં આ અલગ પ્રકારની ક્રાંતિ હશે. મુકેશ અંબાણીએ કહ્યુ કે પાંચમી સપ્ટેમ્બરના રોજ તમામ ટેરિફની જાણકારી Jio એપ અને Jio વેબસાઇટમાં ઉપલબ્ધ બનશે.

5મી સપ્ટેમ્બરના રોજ શરૂ થશે Jio ફાઇબર સર્વિસ

રિલાયન્સની AGMમાં કરવામાં આવેલી જાહેરાતા પ્રમાણે આગામી પાંચમી સપ્ટેમ્બરના રોજ Jio GigaFiber સેવા લોંચ કરવામાં આવશે. Jio ફાઇબરનો પ્લાન 100 Mbpsથી શરૂ થશે, જેની મહત્તમ ઝડપ 1Gbps હશે. Jio GigaFivbrના તમામ પ્લાનમાં વોઇસ કોલ હંમેશા મફત રહેશે. જિયો ફાઇબર પ્લાન મહિને રૂ. 700થી રૂ. 10,000 સુધી રહેશે.



આ પણ વાંચો : RIL ઓઇલ એન્ડ કેમિકલ બિઝનેસનો 20% હિસ્સો ARAMCO ખરીદશે

Jio ફાઇબરમાં આ સુવિધા મળશે
Jio GigaFiber સેવા દેશના 1100 શહેરમાં શરૂ કરવામાં આવશે. જિયો ફાઇબરથી યૂઝર્સ અલ્ટ્રા HD એન્ટરટેઇનમેન્ટ, મલ્ટી પાર્ટી વીડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધા મેળવી શકશે. જેના માધ્યમથી તમે તમારા ટીવી પર એચડી એન્ટરટેઇન્ટમેન્ટની મજા લઈ શકશો. તમારા લિવિંગ રૂમમાંથી જ અનેક લોકો સાથે વીડિયો કોન્ફરન્સ કરી શકશો. આમાં તમને વોઇસ એક્ટિવેટેડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ મળશે, જે તમારી બધી વાત માનશે. આ ઉપરાંત તમે વર્ચ્યુઅલ ગેમિંગ, ડિજિટલ શોપિંગ જેવી વસ્તુઓની મજા પણ લઈ શકશો.

ગયા વર્ષે શરૂ થયું હતું રજીસ્ટ્રેશન

Jio GigaFiber માટે ગયા વર્ષે પ્રી-બુકિંગ શરૂ થયું હતું. કંપનીએ ગયા વર્ષે યોજાયેલી 41મી એજીએમમાં આ અંગેની જાહેરાત કરી હતી.

વાર્ષિક પ્લાન સાથે ટીવી અને 4K સેટ ટોપ બોક્ષ મફત

મુકેશ અંબાણીએ રિલાયન્સની 42મી એજીએમમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જિયો ફાઇબર વેલકમ ઓફર અંતર્ગત જો વાર્ષિક પ્લાન લેવામાં આવશે તો એચડી/ 4K ટીવી સેટ અને 4K સેટ ટોપ બોક્ષ મફતમાં આપવામાં આવશે.  JIO ફાઇબરથી યૂઝર્સ માટે યુએસ અને કેનેડા માટે રૂ. 500નું પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદેશમાં કોલ કરતા લોકો માટે રૂ. 500માં Intl Unlimited Callingની જાહેરા કરવામાં આવી છે.
ડિસ્ક્લેમેર: ગુજરાતી ન્યૂઝ 18 ડોટ કોમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...