JioFiber: આ પ્લાનમાં મફતમાં મળશે TV વીડિયો કોલિંગ અને કોન્ફરન્સ સહિત અન્ય સવિધાઓ

જો તમે પણ જિયો ફાઇબર લેવાનું ઇચ્છતા હોય તો તમે તેના પ્લાન્સ વિશે ચોક્કસપણે જાણો. જિયો ફાઇબરના પ્લાન્સ શું છે અને તેની કિંમત કેટલી છે..

News18 Gujarati
Updated: September 7, 2019, 1:02 PM IST
JioFiber: આ પ્લાનમાં મફતમાં મળશે TV વીડિયો કોલિંગ અને કોન્ફરન્સ સહિત અન્ય સવિધાઓ
જો તમે પણ જિયો ફાઇબર લેવાનું ઇચ્છતા હોય તો તમે તેના પ્લાન્સ વિશે ચોક્કસપણે જાણો. જિયો ફાઇબરના પ્લાન્સ શું છે અને તેની કિંમત કેટલી છે..
News18 Gujarati
Updated: September 7, 2019, 1:02 PM IST
રિલાયન્સ જિયો ફાઇબર (Jiofiber) 5 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવી છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જિયો ફાઇબર લેનારા ગ્રાહકો માટે એક વેલકમ ઓફર તરીકે અનેક ફ્રીબીઝની જાહેરાત કરી છે. જો તમે પણ જિયો ફાઇબર લેવાનું ઇચ્છતા હોયો તો તેના પ્લાન વિશે ચોક્કસપણે જાણો.

ડેટા પ્લાન 100 એમબીપીએસથી શરૂ થશે અને 1 જીબીપીએસ સુધી જશે. જિયો ફાઇબરના 100 એમબીપીએસ સ્પીડ ડેટા પ્લાનની કિંમત 699 રૂપિયા છે. જ્યારે તેની સૌથી મોંઘી 1 જીબીપીએસ ડેટા સ્પીડની કિંમત 8,499 રૂપિયા છે.

699 રૂપિયાનો પ્લાન 'બ્રૉન્ઝ પ્લાન' છે. તેની કિંમત 699 રૂપિયા છે અને તેમાં તમને 100 એમબીપીએસ સ્પીડ મળશે. આ પ્લાનમાં 100 જીબી + 5 જીબીનો વધારાનો ડેટા મળશે. આ બેઝ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, ટીવી વીડિયો કોલિંગ, ગેમિંગ સપોર્ટ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે.

તેનો 'સિલ્વર પ્લાન' 849 રૂપિયા છે. તેમાં તમને 100 જીબી + 5 જીબીનો વધારાનો ડેટા મળશે. તમને સિલ્વર પ્લાનમાં 100 એમબીપીએસ સ્પીડ પણ મળશે. આ પ્લાનમાં દેશભરમાં મફત વોઇસ કોલિંગ, ટીવી વીડિયો કોલિંગ અને કોન્ફરન્સિંગ, હોમ નેટવર્કિંગ અને ઉપકરણ સુરક્ષા પ્રદાન કરશે.

जिओ फाइबर के प्लान

ત્યારબાદ ગોલ્ડ અને ડાયમંડનો પ્લાન છે. ગોલ્ડ પ્લાનમાં 250 એમબીપીએસની સ્પીડ મળશે, જ્યારે ડાયમંડ પ્લાનમાં 500 એમબીપીએસની સ્પીડ મળશે. ગોલ્ડ પ્લાનમાં તમને 500 જીબી + 250 જીબીનો વધારાનો ડેટા મળશે. તો ડાયમંડમાં 1250 જીબી + 250 જીબીનો વધારાનો ડેટા મળશે. ગોલ્ડ પ્લાનની કિંમત 1,299 રૂપિયા છે અને ડાયમંડ પ્લાનની કિંમત 2,499 રૂપિયા છે. ગોલ્ડ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, ટીવી વીડિયો કોલિંગ અને કોન્ફરન્સિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યુરિટી જેવી સુવિધાઓ પણ હશે. દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, ટીવી વીડિયો કોલિંગ અને કોન્ફરન્સિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યુરિટી મળશે.
Loading...



1 જીબીપીએસની સ્પીડ સાથે પ્લેટિનમ પ્લાન 3,999 રૂપિયામાં મેળવી શકો છો. આમાં તમને 2500 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, ટીવી વીડિયો કોલિંગ અને કોન્ફરન્સિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યુરિટીની સાથે સાથે વીઆર અનુભવ અને પ્રીમિયમ કન્ટેન્ટ સર્વિસ સપોર્ટ જેવી સુવિધા પણ આપવામાં આવશે.

સૌથી મોંઘો પ્લાન 'ટાઇટેનિયમ' છે. આ પ્લાનમાં તમને 1 જીબીપીએસ સ્પીડ અને 5000 જીબી અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનમાં પ્લેટિનમ પ્લાનની જેમ, ફ્રી વોઇસ કોલિંગ, ટીવી વીડિયો કોલિંગ અને કોન્ફરન્સિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યુરિટી સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે, સાથે જ વીઆર અનુભવ અને પ્રીમિયમ કન્ટેન્ટ સર્વિસ સપોર્ટ પણ મળશે.
First published: September 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...