રિલાયન્સ JIO અને ભારતી Airtel વચ્ચે થયો કરાર, જુઓ ગ્રાહકોને શું થશે ફાયદો?

રિલાયન્સ JIO અને ભારતી Airtel વચ્ચે થયો કરાર, જુઓ ગ્રાહકોને શું થશે ફાયદો?
રિલાયન્સ JIO અને ભારતી Airtel વચ્ચે થયો કરાર

ભારતી એરટેલ લિમિટેડ સાથે થયેલી સ્પેક્ટ્રમ ટ્રેડિંગ સમજૂતી મુજબ રિલાયન્સ જીયો ઇન્ફોકોમ લિમિટેડે આંધ્રપ્રદેશ, દિલ્હી અને મુંબઈ સર્કલના 800 મેગાહર્ટઝ બેન્ડના સ્પેક્ટ્રમના ઉપયોગના અધિકારને ખરીદી લીધા

  • Share this:
જીયોના ગ્રાહકોને વધુ સારી સેવા મળવા જઈ રહી છે. ભારતી એરટેલ લિમિટેડ સાથે થયેલી સ્પેક્ટ્રમ ટ્રેડિંગ સમજૂતી મુજબ રિલાયન્સ જીયો ઇન્ફોકોમ લિમિટેડે આંધ્રપ્રદેશ, દિલ્હી અને મુંબઈ સર્કલના 800 મેગાહર્ટઝ બેન્ડના સ્પેક્ટ્રમના ઉપયોગના અધિકારને ખરીદી લીધા છે. રિલાયન્સ જીયો 800 મેગાહર્ટઝના બેન્ડમાં આંધ્રપ્રદેશમાં 3.75, દિલ્હીમાં 1.25 અને મુંબઈમાં 2.50 મેગાહર્ટઝનો વધારાનો ઉપયોગ કરી શકશે. જેનાથી ગ્રાહકોને સારી સેવા મળશે. આ ત્રણેય સર્કલમાં રિલાયન્સ જીયો પાસે વધારાનું કુલ 7.5 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ રહેશે.

તમામ મંજૂરી મળ્યા બાદ જ અમલમાં મુકાશે સંધીએગ્રીમેન્ટ દૂરસંચાર વિભાગ દ્વારા સ્પેક્ટ્રમ ટ્રેડિંગ માટે ઘડાયેલા નિયમો મુજબ જ આ ટ્રેડિંગ થશે. બંને ટેલિકોમ કંપની વચ્ચેનો કરાર તમામ નિયમનકારી અને વૈધાનિક મંજૂરી પછી જ લાગુ થશે. સ્પેક્ટ્રમ ખરીદવા માટે રિલાયન્સ જીયો કુલ રૂ. 1497 કરોડા ચૂકવશે જેમાં ડેફર્ડ પેમેન્ટ હેઠળ રૂ. 459 કરોડની ચુકવણી પણ સામેલ છે.

આ પણ વાંચોબેન્ક કર્મચારીઓ જશે હડતાળ પર, આ મહિનામાં 10 દિવસ બેન્ક બંધ રહેશે, જોઈલો તારીખો


સ્પેક્ટ્રમના ઉપયોગ માટે થયેલી સમજૂતી બાદ રિલાયન્સ જીયો પાસે મુંબઈ સર્કલના 800MHzમાં 2×15MHz અને આંધ્ર પ્રદેશ તથા દિલ્હી સર્કલના 800MHzમાં 2×10MHz સ્પેક્ટ્રમ ઉપલબ્ધ રહેશે. જેનાથી આ સર્કલોમાં સ્પેક્ટ્રમ આધારિત ગ્રાહક સેવા વધુ મજબૂત બની જશે. નવા સ્પેક્ટ્રમના કારણે જીયોનો પાયો અને નેટવર્ક ક્ષમતા પહેલાથી શ્રેષ્ઠ થઈ જશે.

આ પણ વાંચો - OMG: જ્યારે માલિકને વાઘના ખૂની જડબામાંથી નીકળલાવી ભેંસ, જુઓ આશ્ચર્યજનક કહાની

(Disclaimer: ન્યુઝ18 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા તથા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક18 મીડિયા તથા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે જ છે.)
Published by:News18 Gujarati
First published:April 07, 2021, 16:38 pm

ટૉપ ન્યૂઝ