Reliance Jio યૂઝર્સ હવે જૂના પ્રીપેડ પ્લાન નહીં કરી શકે રિચાર્જ

News18 Gujarati
Updated: December 28, 2019, 11:47 AM IST
Reliance Jio યૂઝર્સ હવે જૂના પ્રીપેડ પ્લાન નહીં કરી શકે રિચાર્જ
હવે ગ્રાહકોએ ફક્ત નવા પ્રીપેઇડ પેક્સ રિચાર્જ કરવા પડશે.

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ફરી એક વખત ટેરિફ પ્રોટેક્શન સેવા બંધ કરી ગ્રાહકોને આંચકો આપ્યો છે.

  • Share this:
ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ફરી એક વખત ટેરિફ પ્રોટેક્શન સેવા બંધ કરી ગ્રાહકોને આંચકો આપ્યો છે. આ સેવા હેઠળ ટેરિફના ભાવમાં વધારો કર્યા પછી પણ યૂઝર્સ જૂના પ્રીપેઇડ પ્લાનનું રિચાર્જ કરી શકતા હતા. જો કે હવે ગ્રાહકોએ ફક્ત નવા પ્રીપેઇડ પેક્સ રિચાર્જ કરવા પડશે. 6 ડિસેમ્બરે કંપનીએ તેના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો. રિલાયન્સ જિયોની એફયુપી લિમિટ પેક્સ ગ્રાહકો માટે બજારમાં ઉપલબ્ધ છે.

Jioનો પ્રોટેક્શન પ્લાન

કંપનીએ આ સેવા ખાસ કરીને તે ગ્રાહકો માટે રજૂ કરી હતી કે જેઓ કોઈપણ સક્રિય પ્લાન સાથે સંકળાયેલા ન હતા. પરંતુ આ પ્લાનનો લાભ એવા યૂઝર્સોને ન આપ્યો જેમના નંબર પર પહેલેથી જ પ્રીપેઇડ પ્લાન સક્રિય હતો. રિપોર્ટ અનુસાર કંપનીએ આ સેવા નોન-એક્ટિવ યૂઝર્સ માટે શરૂ કરી હતી.

યૂઝર્સને નવા પ્લાન રિચાર્જ કરવા પડશે

જિયોની સુરક્ષા સેવા બંધ થવાને કારણે હવે બિન-સક્રિય યૂઝર્સને નવા પ્રીપેઇડ પ્લાન રિચાર્જ કરવાના રહેશે. નવા રિચાર્જ પેકની વાત કરીએ તો કંપનીએ 98 રૂપિયાની શરૂ કિંમત સાથે પ્લાન શરૂ કર્યા છે. જોકે ટેરિફ વધારા પછી પણ કંપની તેના નેટવર્કથી બીજા નેટવર્ક પર કૉલ કરવા માટે તેના યૂઝર્સ પાસેથી પ્રતિ મિનિટમાં છ પૈસા લે છે. બીજી બાજુ, એરટેલ અને વોડાફોન-આઇડિયાએ કોઈપણ નેટવર્ક પર તેમના ગ્રાહકોને અનલિમિટેડ કૉલિંગ સુવિધા આપી છે.

Jio સબ્સ્ક્રાઇબર્સ થઇ શકે છે ઓછામીડિયા રિપોર્ટના આધારે આવનારા દિવસોમાં જિયોના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ઓછી હશે, કારણ કે લોકો આઈયુસીના ચાર્જથી ખૂબ જ નારાજ છે. એરટેલ અને વોડાફોન-આઇડિયાને આનો ફાયદો થશે.

રિલાયન્સ જિયોનો 149 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોના આ પ્લાન વિશે વાત કરીએ તો દરરોજ 1 જીબી ડેટા (કુલ 24 જીબી ડેટા) અને 100 એસએમએસ સુવિધા મળશે. ઉપરાંત તમે Jio-to-Jio પર અનલિમિટેડ કૉલિંગ કરી શકશો, પરંતુ અન્ય નેટવર્ક્સને કૉલ કરવા માટે તમને 300 (FUP મિનિટ) મળશે. તેમજ તમે આ પેકમાં જિયો એપ્સનો ઉપયોગ કરી શકશો. આ પ્રીપેડ પ્લાનની સમયમર્યાદા 24 દિવસ છે.
First published: December 28, 2019, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading