Home /News /tech /Jioનો ખૂબ જ સસ્તો રિચાર્જ પ્લાન! 149 રૂપિયામાં મેળવો ફ્રી કૉલિંગ, 24GB ડેટા અને અનેક ફાયદા
Jioનો ખૂબ જ સસ્તો રિચાર્જ પ્લાન! 149 રૂપિયામાં મેળવો ફ્રી કૉલિંગ, 24GB ડેટા અને અનેક ફાયદા
તેવી જ રીતે, જિયોનો એક રિચાર્જ પ્લાન 1,299 રૂપિયાનો પણ છે. વિશેષ બાબત એ છે કે, તેને એકવાર રિચાર્જ કરવાથી, તમને લગભગ એક વર્ષનો લાભ મળી શકે છે. આ યોજનાની માન્યતા 336 દિવસની છે. આનો અર્થ એ છે કે આ રિચાર્જ પ્લાન એવો છે કે, જો તમે એકવાર રિચાર્જ કરાવ્યું છે, તો પછી તમે એક વર્ષ માટે રિચાર્જ કરવાની મુશ્કેલીથી દૂર થઈ જશો.
Reliance Jioના 149 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં મળી રહ્યા છે અનેક ફાયદા, એક જ ક્લિકમાં જાણો
કોલિંગ (Jio Calling Plan) હોય કે પછી ઈન્ટરનેટ ડેટા (Jio internet data Plan), રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના ગ્રાહકો માટે અનેક ઉત્તમ પ્લાન ઓફર કરે છે. કંપનીના અનેક એવા સસ્તા પ્લાન છે, જે યૂઝર્સને ઓછી કિંમતમાં વધુ બેનિફિટ આપે છે. ગ્રાહકોની સગવડ આપવા માટે કંપની ઓછી કિંમતના રિચાર્જ પ્લાનમાં ફ્રી કૉલિંગ (free calling) જેવી સુવિધાઓ આપે છે. એટલું જ નહીં જિયો પોતાના રિચાર્જ પ્લાનની સાથે જિયો એપ્સનું એક્સેસ પણ મફતમાં આપે છે, જેમાં જિયો સિનેમા (JioCinema), જિયો સાવન (JioSaavn) જેવી એપ્સ છે.
જો તમે પણ જિયોનો કોઈ એવો પ્લાન શોધી રહ્યા છો જે આપના બજેટમાં પણ હોય અને વધુ બેનેફિટની સાથે આવે છે તો જિયો 150 રૂપિયાથી ઓછો પ્લાન પણ ઓફર કરે છે. આ પ્લાનમાં અનેક ફાયદો પણ આપવામાં આવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ Jioના 149 રૂપિયાવાળા પ્લાન વિશે. આવો જાણીએ આ પ્લાનની તમામ વિગતો...
જિયોના સ્સ્તા પ્લાનમાંથી એક આ 149 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને 24 દિવસની વેલિડિટી મળે છે. ગ્રાહક માત્ર 149 રૂપિયાનું રિચાર્જ કરાવીને દર રોજ 1GB ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે. એટલે કે તેમાં ગ્રાહકોને 24 દિવસમાં કુલ 24GB ડેટા ઉપયોગ કરવાની તક મળી રહી છે. આ ઉપરાંત 149 રૂપિયાના પ્લાનના બાકી બેનિફિટની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને દરરોજ 100 SMS પણ મળી રહ્યા છે.
પ્લાનમાં Jio Appsનું Complementory Subscription પણ
આ ઉપરાંત તેમાં યૂઝર્સને જિયો એપ્સનું એક્સેસ મફતમાં મળે છે. કોલિંગ માટે આ પ્લાનમાં Jio-to-Jio અને બાકી તમામ નેટવર્ક માટે ફ્રી કોલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે.
(ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર