Home /News /tech /

Jioનો જોરદાર Plan! આખું વર્ષ ફ્રી Netflix, Amazon Prime, 100GB ડેટા સહિત મળશે આ ફાયદા

Jioનો જોરદાર Plan! આખું વર્ષ ફ્રી Netflix, Amazon Prime, 100GB ડેટા સહિત મળશે આ ફાયદા

Jio Best Plan: Jioના 599 રૂપિયાવાળા પોસ્ટપેઇડ પ્લાનમાં તમને ડેટા અને વોઇસ કોલિંગથી લઈને ઓટીટી સબસ્ક્રિપ્શન (OTT subscription) સુધી દરેક પ્રકારના બેનિફિટ આપવામાં આવી રહ્યા છે.

Jio Best Plan: Jioના 599 રૂપિયાવાળા પોસ્ટપેઇડ પ્લાનમાં તમને ડેટા અને વોઇસ કોલિંગથી લઈને ઓટીટી સબસ્ક્રિપ્શન (OTT subscription) સુધી દરેક પ્રકારના બેનિફિટ આપવામાં આવી રહ્યા છે.

    Jio Best Postpaid Plan: દેશની નંબર વન પ્રાઈવેટ ટેલિકોમ નિર્માતા કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)નું પહેલા સ્થાન પર હોવાનું કારણ તેના યુઝર-ફ્રેન્ડલી પ્લાન્સ છે. જિયો સારી રીતે જાણે છે કે યુઝર્સને શું જોઈએ છીએ અને એટલે જ તે ગ્રાહકોને એવા પ્રીપેડ (Prepaid) અને પોસ્ટપેડ પ્લાન્સ (Postpaid plans) ઓફર કરે છે જેની કિંમત ઓછી હોય અને ફાયદા પણ ભરપૂર હોય. આજે જિયોના એ પ્લાન વિશે જાણીએ જેમાં તમને નેટફ્લિક્સ (Netflix) અને એમેઝોન પ્રાઈમ (Amazon Prime Video) જેવા ઘણાં ઓટીટી પ્લેટફોર્મ્સનું સબસ્ક્રિપ્શન અને 100GB ઇન્ટરનેટ સાથે અન્ય ફાયદા પણ મળી રહ્યા છે.

    Jioનો બેસ્ટ પ્લાન

    Jioના 599 રૂપિયાવાળા પોસ્ટપેઇડ પ્લાનમાં તમને ડેટા અને વોઇસ કોલિંગથી લઈને ઓટીટી સબસ્ક્રિપ્શન (OTT subscription) સુધી, દરેક પ્રકારના બેનિફિટ આપવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જિયોનો આ પ્લાન ખૂબ સસ્તો છે અને એક મહિનાની વેલિડિટી સાથે આવે છે. આવો જાણીએ આ પ્લાનમાં તમને શું-શું મળી રહ્યું છે.

    આ પણ વાંચો: Airtel Xstream Premium ભારતમાં લોન્ચ, માત્ર 149 રૂપિયામાં મળશે 15 OTT પ્લેટફોર્મનો લાભ

    ફ્રીમાં મેળવો Netflix, Amazon Prime જેવી એપ્સનું સબસ્ક્રિપ્શન

    જિયોના 599 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનમાં તમને ઘણાં ઓટીટી પ્લેટફોર્મ્સના સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. જે પ્લેટફોર્મ્સના કન્ટેન્ટ જોવા માટે તમને અલગથી ઘણો ખર્ચો કરવો પડે છે, તે બધા જિયોના આ પ્લાનમાં સામેલ છે. આ પ્લાનની ખરીદી પર તમને એક વર્ષનું એમેઝોન પ્રાઈમ વિડીયોનું સબસ્ક્રિપ્શન, નેટફ્લિક્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar)નું એક્સેસ અને દરેક જિયો એપની મેમ્બરશિપ પણ મળશે.

    મોટાભાગના લોકો આ OTT પ્લેટફોર્મ્સનું સબ્સ્ક્રિપ્શન ખરીદવા માટે દર મહિને 500 થી 1000 રૂપિયાનો ખર્ચ કરે છે અને જો તમે Jioનો આ પોસ્ટપેડ પ્લાન ખરીદો છો, તો તમે દર મહિને હજારો રૂપિયા સીધા જ 1 વર્ષ માટે બચાવી શકો છો.

    આ પણ વાંચો: આ છે સૌથી નબળા Password, 1 સેકન્ડમાં થઈ શકે છે Hack, ભૂલથી પણ ન કરો ઉપયોગ

    આ પ્લાનમાં સામેલ અન્ય ફાયદા

    આ પ્લાનના બાકીના ફાયદાની વાત કરીએ તો તેમાં તમને કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ (Unlimited Calling), દરરોજના 100 SMSની સુવિધા અને કુલ 100 GB ઇન્ટરનેટ મળે છે. તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં તમને 200 GBના રોલોવર ડેટાના બેનિફિટ પણ આપવામાં આવે છે. સાથે જ, તેમાં ફેમિલી પ્લાન સાથે એક એડિશનલ સિમ કાર્ડ પણ આપવામાં આવે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon Prime Video, Gujarati tech news, Jio, Jio offers, Mobile and Technology, Netflix, Postpaid plans, Reliance jio users

    આગામી સમાચાર