Home /News /tech /

જિયોનો દબદબો બરકરાર, ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની બની

જિયોનો દબદબો બરકરાર, ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની બની

જિયો ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની બની

જિયો ભારતની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર કંપની બની, તેની સામે વોડાફોન અનેઆઇડિયાનાં યુઝર ઘટીને 320 મિલિયન થઈ ગયા.

    પોતાની વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર રિલાયન્સ જિયો 331.3 મિલિયન સબસ્ક્રાઇબર સાથે દેશની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે, તેને શુક્રવારે જાહેર કરેલા અહેવાલમાં જૂન 2019માં તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને 320 મિલિયન થઈ ગઈ છે. જ્યારે જિયોએ કંપની વોડાફોન આઇડિયાને પાછળ રાખી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા અઠવાડિયે જાહેર કરેલા નાણાકીય પરિણામોમાં જણાવ્યા મુજબ, એની પેટાકંપની રિલાયન્સ જિયો જૂન, 2019માં 331.3 મિલિયન યુઝર ધરાવતી હતી.

    ટ્રાઇના આંકડા મુજબ, મુકેશ અંબાણીનાં નેતૃત્વમાં જિયો મે મહિનામાં 322.9 મિલિયન યુઝર અને 27.80 ટકા બજાર હિસ્સા સાથે ભારતી એરટેલને પાછળ છોડીને દેશની બીજી મોબાઇલ ઓપરેટર કંપની બની ગઈ હતી. એરટેલ 320.38 મિલિયન યુઝર અથવા 27.6 ટકા બજારહિસ્સો ધરાવતી હતી.

    વોડાફોન આઇડિયાએ શુક્રવારે જાણકારી આપી હતી કે, કંપનીનાં ગ્રાહકોની સંખ્યા માર્ચમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 334.1 મિલિયનથી ઘટીને નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં 320 મિલિયન થઈ હતી.

    વોડાફોન આઇડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારાં સબસ્ક્રાઇબરનો બેઝ નાણાકીય વર્ષ 2018-19નાં ચોથા ત્રિમાસિક ગાળામાં 334.1 મિલિયન હતો, જે ઘટીને 320.0 મિલિયન થયો છે, જે માટે અગાઉનાં ત્રિમાસિક ગાળામાં સર્વિસ વેલિડિટી વાઉચર્સ સર્વિસ પ્રસ્તુત કરવી મુખ્યત્વે જવાબદાર છે.”

    વોડાફોન અને આઇડિયા સેલ્યુલરે ટેલીકોમ સર્વિસીસ બિઝનેસનું મર્જર પૂર્ણ કર્યા પછી વોડાફોન-આઇડિયા 400 મિલિયનથી વધારે સબસ્ક્રાઇબર્સ સાથે સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર કંપની બની ગઈ હતી. જોકે પછી દર મહિને કંપનીનાં ગ્રાહકોમાં ઘટાડો જળવાઈ રહ્યો હતો અને પછી કંપનીએ મિનિમમ રિચાર્જ પ્લાનમાં સબસ્ક્રાઇબ ન કરનારા લાખો ગ્રાહકો ગુમાવ્યા હતા.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Jio, Tehc news, Vodafone, આઇડિયા, રિલાયન્સ જીયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन