Home /News /tech /

Jioએ લોન્ચ કર્યા બે ધમાકેદાર પ્રીપેડ પ્લાન, અનલિમિટેડ કોલ સાથે મેળવો Disney+Hotstar Premiumનું સબસ્ક્રિપ્શન

Jioએ લોન્ચ કર્યા બે ધમાકેદાર પ્રીપેડ પ્લાન, અનલિમિટેડ કોલ સાથે મેળવો Disney+Hotstar Premiumનું સબસ્ક્રિપ્શન

રિલાયન્સ જિયો પ્રીપેડ પ્લાન સાથે Disney+Hotstar Premium સબસ્ક્રિપ્શન આપનારી દેશની પહેલી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે.

Jio Best Prepaid Plans: Jioએ બે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે કે કોલિંગ અને ડેટા બેનિફિટ્સ સાથે ફ્રીમાં Disney+Hotstar Premiumનું સબસ્ક્રિપ્શન ઓફર કરે છે.

    Jio Best Prepaid Plans: દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટરમાંથી એક રિલાયન્સ જિયો (Reliance Jio)એ તાજેતરમાં બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનની કિંમત 1,499 રૂપિયા અને 4,199 રૂપિયા છે. તે લાંબી વેલિડિટીવાળા એન્યુઅલ પ્લાન છે અને તે યુઝર્સને Disney+Hotstar Premium સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપે છે. નોંધનીય છે કે, જિયો (Jio), ભારતી એરટેલ (Airtel) અને વોડાફોન આઇડિયા (Vi) સહિત અન્ય ટેલિકોમ કંપની ગ્રાહકોને મોટેભાગે પ્રીપેડ પ્લાનમાં Disney+Hotstar મોબાઈલ સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. પરંતુ હવે, જિયોએ નવા બે પ્લાન રજૂ કર્યા છે જે વધુ બેનિફિટ્સ સાથે Disney+Hotstar Premium સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કરે છે. રિલાયન્સ જિયો આ પ્રીપેડ પ્લાન સાથે Disney+Hotstar Premium સબસ્ક્રિપ્શન આપનારી દેશની પહેલી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે.

    Disney+ Hotstarના એન્યુઅલ મોબાઇલ પ્લાનની કિંમત 499 રૂપિયા છે અને તે બધા કન્ટેન્ટ, સ્ટીરિયો સાઉન્ડ અને HD ક્વોલિટી રિઝોલ્યુશનનું એક્સેસ ઓફર કરે છે. તે Ads સાથે પણ આવે છે. બીજી તરફ ડિઝની+ હોટસ્ટારના પ્રીમિયમ પ્લાનની કિંમત વાર્ષિક 1,499 રૂપિયા છે. તે Ad-ફ્રી કન્ટેન્ટ સાથે ચાર ડિવાઈસ, 4K રિઝોલ્યુશન અને ડોલ્બી 5.1 સાઉન્ડથી લોગ ઇન કરવાની સુવિધા આપે છે.

    આ પણ વાંચો: Jio-Airtel-Viના બેસ્ટ પ્રીપેડ Plans! 200 રૂપિયાથી ઓછી કિંમત અને અઢળક Benefits

    રિલાયન્સ જિયો 1,499 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

    રિલાયન્સ જિયોના 1,499 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી માટે દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં કુલ મળીને 168GB ડેટા મળે છે. એકવાર 2GBની ડેઈલી ડેટા લિમિટ ખતમ થઈ ગયા બાદ નેટવર્ક સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. આ ઉપરાંત, Jioના નવા 1,499 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજ 100 SMS, Disney+ Hotstar પ્રીમિયમનું એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન અને JioTV, Jio Cloud, Jio Security અને Jio Cinemaનું ફ્રી એક્સેસ પણ ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો: Instagram અને TikTok બાદ 150 દેશોમાં લોન્ચ થઈ Facebook Reels

    રિલાયન્સ જિયો રૂ 4,199 પ્રીપેડ પ્લાન

    રિલાયન્સ જિયોના 4,199 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી માટે દરરોજ 3GB ડેટા મળે છે. આ પ્લાનમાં કુલ 1095 GB ડેટા ઉપલબ્ધ છે. એકવાર 3GB ડેટાની ડેઈલી ડેટા લિમિટ ખતમ થઈ જાય તો નેટવર્ક સ્પીડ 64Kbps સુધી ઘટી જાય છે. આ ઉપરાંત, Jioના નવા રજૂ કરાયેલ 4,199 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજ 100 SMS, Disney+ Hotstar પ્રીમિયમનું એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન અને JioTV, Jio Cloud, Jio Security અને Jio Cinemaનું ફ્રી એક્સેસ પણ મળે છે. આ પ્લાનમાં 200 રૂપિયાની JioMart Maha કેશબેક ઓફર પણ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Airtel vs Jio plan, Disney Hotstar, Gujarati tech news, Jio, Jio News, Jio Recharge Plans, Mobile and Technology, Prepaid Plans

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन