ભારતીય ટેલિકોમ કંપનીઓ (Indian Telecom Companies) તેમના યૂઝર્સને આકર્ષવા માટે દમદાર રિચાર્જ પ્લાન્સ ઓફર (Best Prepaid Recharge Plans) કરતી રહે છે. કોરોના મહામારીને કારણે ટેલિકોમ કંપનીઓ યૂઝર્સ માટે વધુ ડેટાવાળા પ્લાન્સ ઓફર કરી રહી છે. એરટેલ (Airtel), જિયો (Jio) અને વોડાફોન-આઇડિયા (Vodafone Idea) જેવી ટેલિકોમ કંપનીઓ તેમના યૂઝર્સ માટે દરરોજ 3GB ડેટાના રિચાર્જ પ્લાન (Daily 3 GB Data Plan) ઓફર કરે છે. આ રિચાર્જ પ્લાનમાં ડેટા સાથે ફ્રી વોઇસ કોલિંગની સુવિધા (Free Voice Calling Facility) પણ આપવામાં આવી છે. સારી જાણકારી માટે અમે તમને આ ત્રણ ટેલિકોમ કંપનીઓની યોજનાઓ વિગતવાર જણાવીએ...
VI નો 398 રૂપિયાનો રિચાર્જ પ્લાન
વોડાફોન-આઈડિયાના 398 રૂપિયાના પ્લાનમાં યુઝરને દૈનિક ઉપયોગ માટે 3GB ડેટા આપવામાં આવે છે. આ સાથે જ યુઝરને આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી વોઇસ કોલિંગ મળે છે. આ રિચાર્જ પ્લાન યુઝરને દરરોજ 100 SMS પણ આપે છે.
વોડાફોન-આઈડિયાના આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ ઉપરાંત યુઝર્સને આ પ્લાનમાં વિકેન્ડ ડેટા રોલઓવર, Vi મૂવીઝ અને TV VIP અને બિન્જ ઓલ નાઇટની ફ્રી એક્સેસ પણ આપવામાં આવે છે.
Airtelનો 398 રૂપિયાનો રિચાર્જ પ્લાન
VI પ્લાનની જેમ એરટેલનો પ્લાન પણ 398 રૂપિયાનો છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3GB ડેટા આપવામાં આવે છે, જેની વેલિડિટી 28 દિવસ છે. એટલે કે, આ પ્લાનમાં યુઝર્સને એક મહિનામાં 84GB ડેટા આપવામાં આવે છે.
એરટેલના આ પ્લાનમાં યુઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા સાથે દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. આ ઉપરાંત યુઝર્સને એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલટોન્સ, એમેઝોન પ્રાઇમ વિડીયો અને વિંક મ્યુઝિકની ફ્રી એક્સેસ આપવામાં આવે છે.
રિલાયન્સ જિયોનો આ પ્લાન VI અને એરટેલના પ્લાન કરતા 49 રૂપિયા સસ્તો છે. Jioના આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3GB ડેટા મળે છે, જેની વેલિડિટી 28 દિવસ છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે, સાથે જ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સ Jio સિનેમા, Jio ન્યૂઝ, Jio ટીવી, Jio ક્લાઉડ અને Jio સિક્યુરિટીનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મેળવી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર