રિલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન આઇડિયાએ ડિસેમ્બરની શરૂઆતમાં પોતાના ટેરિફ પ્લાનની કિંમત વધારી હતી. તે પછી લોકોને ડેટા અને કૉલ માટે પહેલા કરતા વધુ કિંમત ચુકવવી પડે છે. જો કે આ તમામ કંપનીઓએ લોકોને રાહત આપવા અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપી છે. તો બીજી તરફ જીયોએ 149 રૂપિયાનો પ્લાન ફરી ઉતાર્યો છે. ત્યારે જીયો, એરટેલ અને વોડાફોન આઇડિયાના લાંબી વેલિડિટી વાળા પ્લાન અમે તમારી માટે લઇને આવ્યા છીએ. જે તમારા કામમાં આવી શકે છે. Jioનો 2,199 રૂપિયાનો પ્લાન
જીયો યુઝર્સને આ પ્લાનમાં 1.5 જીબી ડેટા અને 100 એસએમએસ સુવિધા પ્રતિદિન મળશે. સાથે જ યુઝર્સ જીયો-ટૂ-જીયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. સાથે જ કંપની અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 12,000 એફયુપી મિનિટ આપશે. આ સિવાય જીયો એપ્સને મફતમાં એક્સેસ કરી શકશો. આ પેકની વેલિડિટી 365 દિવસની છે.
એરટેલનો 2,398 રૂપિયાનો પ્લાન
એરટેલના નવા પ્રીપેડ પ્લાન માર્કેટમાં મળે છે આ પ્લાનમાં 1.5 જીબી ડેટા અને 100 એસએસએસ સુવિધા મળશે. સાથે જ યુઝર્સ કોઇ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. સાથે જ કંપની અને તેના ઉપભોક્તા એરટેલ એક્સટ્રીમ પ્રીમીયર વીડિયો સ્ટ્રીમિંગ, વિંક મ્યૂઝિક, જી5 કે સાથે 370 લાઇવ ટીવી ચેનલ સેવા આપશે. તેની વેલિડિટી પણ 365 છે.
Vodafone-Ideaનો 2,399 પ્લાન
વોડાફોન-આઇડિયા તેના ઉપભોક્તા માટે લોન્ગ ટર્મ પ્લાન તરીકે આ પ્લાન પસંદ કરી શકે છે. 365 વેલિડિટીના આ પ્લાનમાં વોડાફોન પ્લે અને જી5 પ્લેટફોર્મ પર પ્રીમિયમ કટેન્ટ બતાવવામાં આવશે. આ સિવાય યુઝર્સ કોઇ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. અને પ્રતિદિવસ 1.5 જીબી ડેટા અને 100 એસએમએસની સુવિધા પણ આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર