Home /News /tech /Jio, Airtel, VIના બેસ્ટ રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે બમ્પર ડેટા

Jio, Airtel, VIના બેસ્ટ રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે બમ્પર ડેટા

એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયાના એવા અનેક પ્લાન છે જેમાં આપને ફ્રી કોલિંગની સાથે વધુ ડેટાની સુવિધા પણ મળી રહી છે

એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયાના એવા અનેક પ્લાન છે જેમાં આપને ફ્રી કોલિંગની સાથે વધુ ડેટાની સુવિધા પણ મળી રહી છે

નવી દિલ્હી. એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયા (Airtel, Jio Vi)ના એવા અનેક પ્લાન છે જેમાં આપને ફ્રી કોલિંગની સાથે વધુ ડેટાની સુવિધા પણ મળી રહી છે. આ પ્લાન્સમાં આપને 3 GB કે તેનાથી વધારે હાઇસ્પીડ ડેટા રોજ મળશે. આ પ્લાન ઘણા સસ્તા અને કિફાયતી છે. આ ઉપરાંત ટેલીકોમ કંપનીઓ 100થી ઓવા રિચાર્જમાં ડેટા ઓન્લી પ્લાન આપે છે. આ પ્લાન 12 GB ડેટા લિમિટની સાથે આવે છે. તેમાં ગ્રાહક પોતાની જરૂરિયાતના હિસાબથી કોલિંગ કે પછી ડેટા બેનિફિટ્સવાળા રિચાર્જ પ્લાન પસંદ કરી શકે છે.

Jio રિચાર્જ પ્લાન

149 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન- આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વાઇસ કોલિંગ મળે છે. ડેટા બેનિફિટની વાત કરવામાં આવે તો આ પ્લાનમાં રોજ 1 GB ડેટા મળે છે એટલે કે કુલ મળીને 24 GB ડેટા મળે છે.

329 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન- Reliance Jioના 329 રૂપિયાવાળા કિફાયતી રિચાર્જ પ્લાનમાં આપને કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. આ ઉપરાંત 6 GB ડેટા અને 1000 SMS મોકલવાની છુટ મળે છે. સાથોસાથ Jio Appsનું કોમ્પ્લીમેન્ટરી સબ્સક્રિપ્શન પણ મળે છે. આ પ્લાની વેલિડીટી 84 દિવસની છે.

આ પણ વાંચો, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, પહેલી એપ્રિલથી મોંઘા થઈ જશે Escortsના ટ્રેક્ટર

Vi (વોડાફોન આઇડિયા) રિચાર્જ પ્લાન

299 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન- 299 રૂપિયામાં વેલિડિટી 28 દિવસ/દરરોજ 4GB ડેટા/કુલ 112 GB ડેટા/કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ/દરરોજ 100 SMS/ Binge All Night ઓફર અને ડબલ ડેટાનો ફાયદો/વીકેન્ડ ડેટા રોલઓવરનો ફાયદો/Vi Movies અને TVનું સબ્સક્રિપ્શન ફ્રી.

699 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન- વોડાફોન આઇડિયાનો 699 રૂપિયા રિચાર્જવાળો પ્લાન ખૂબ જ પોપ્યુલર છે. આ પ્લાનમાં યૂઝર્સને લાભ જ લાભ છે. જો તમે Viનું 699નું રિચાર્જ કરાવો છો તો આપને 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 4 GB ડેટા, કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને Vi Movies & TV appનું સબ્સક્રિપ્શન મળે છે.

આ પણ વાંચો, ALERT! ઊલટી, બેચેની અને પેટનો દુખાવો...કોરોનાના નવા સ્ટ્રેનના છે લક્ષણો

Airtel રિચાર્જ પ્લાન

398 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન- આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMSની સાથે આવે છે. તેમાં આપને 84 GB ડેટા મળે છે. તેમાં યૂઝર્સને Airtel Xstream પ્રીમિયમ અને Wynk મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
" isDesktop="true" id="1083156" >

448 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન- આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન એક વર્ષ માટે Disney+Hotstar VIP સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 SMSની સાથે આવે છે. તેમાં આપને 84GB ડેટા મળે છે. તેની સાથે જ એરટેલ પ્રીમિયમ અને Wynk મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
First published:

Tags: Airtel, Data Plan, Jio, Telecom, Vodafone Idea, ટેક ન્યૂઝ, રિલાયન્સ જીયો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો