Jio,Airtelઅને Ideaના નવા પ્લાન્સ લોન્ચ, જાણો શું છે સુવિધાઓ

Jio,Airtelઅને Ideaના નવા પ્લાન્સ લોન્ચ,  જાણો શું છે સુવિધાઓ

  • Share this:
    ભારતના ટેલિકોમ માર્કેટમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન્સ માટે કટોકટી ફેલાયેલી છે. તેની સાથે જ ટેલિકોમ કંપનીઓએ વધુને વધુ પ્લાન લોન્ચ કરી રહી છે, જેમાં બજેટ અને સસ્તા પ્લાન્સ પણ સામેલ છે.

    જીયોએ આ સંપૂર્ણ માર્કેટમાં દબદબો બનાવી રાખ્યો છે, જ્યારે એરટેલ, આઇડીયા અને બીએસએનએલએ જિયોને ટક્કર આપવા માટે કેટલા પ્લાન્સ લોન્ચ કર્યા છે. આજે અમે તમને બતાવીશું, જીઓ, આઇડીયા અને એરટેલના બજેટ પ્લાન વિશે-



    જિયોનો બજેટ પ્લાન
    જયોએ પોતાના યુઝર્સ માટે 198 રૂપિયાનો ડેટા પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં કંપની 2 જીબી ડેટા દરરોજ આપી રહી છે, સાથે સાથે જ જિયો કુલ યુઝર્સને 56 જીબી ડેટા આપી રહી છે અને સાથે સાથે આ પ્લાનની સમય મર્યાદા 28 દિવસ છે.
    આ ઉપરાંત કંપનીએ આ પ્લાન હેઠળ યુઝર્સને અનલિમિટેડ કોલ્સ સાથે 100 એસએમએસ ફ્રી માં આપ્યા છે.
    જીયોએ તેમના યુઝર્સ માટે 149 રૂપિયાનો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને જિયો 1.5 જીબી ડેટા આપી રહ્યુ છે અને તેમાં જીયો યુઝર્સને કુલ 42 જીબી ડેટા આપે છે. આ પ્લાનની સમય મર્યાદા 28 દિવસ છે. આ ઉપરાંત કંપની યુઝર્સને અનલિમિટેડ કોલ્સ સાથે દરરોજ 100 એસએમએસ ફ્રી આપી રહ્યુ છે.

    એરટેલનો બજેટ પ્લાન
    એરટેલે તેના યુઝર્સ માટે 249 રૂપિયાનો ડેટા પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં કંપનીએ તેનાં યુઝર્સને 2 જીબી 3 જી અને 4 જી ઈન્ટરનેટ ડેટા આપ્યા છે. તેના સિવાય કંપની અનલિમિટેડ કોલ્સ સાથે રોમિંગનો પણ કોઈ ચાર્જ લેતી નથી.
    કંપનીએ દરરોજ 100 જેટલા એસએમએસ આપી રહી છે. આ પ્લાનની સમય મર્યાદા માત્ર 28 દિવસ છે.

    Ideaનો બજેટ પ્લાન
    આઇડીયાએ તેમના યુઝર્સ માટે 179 રૂપિયાનો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન્સમાં કંપનીએ તેના યુઝર્સને દરરોજ 1 જીબી ડેટા આપ્યા છે અને રિચાર્જ કરવા માટે આ પ્લાનમાં 20 રૂપિયાનું કેશબેકમાં પણ મળશે. તેના સિવાય કંપનીના યુઝર્સને અનલિમિટેડ કોલ્સ સાથે 100 એસએમએસ દરરોજ આપ્યા છે.

    આઇડીયાએ 199 રૂપિયાના પ્લાનની રજૂ કર્યો છે. કંપનીએ આ પ્લાનમાં તેના યુઝર્સને 1.4 જીબી ડેટા દરરોજ આપ્યા છે અને આ પ્લાન પર પણ 20 રૂપિયાનું કેશબૅક મળી રહ્યુ છે. તેના સિવાય, કંપની તેનાં યુઝર્સને અનલિમિટેડ કોલ્સ સાથે દરરોજ 100 એસએમએસ આપે છે.
    Published by:Bhoomi Koyani
    First published:July 13, 2018, 12:09 pm

    टॉप स्टोरीज