જ્યારથી ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયો આવ્યું છે ત્યારથી ધમાલ મચાવી રહ્યું છે બીજી ટેલિકોમ કંપનીઓની જ્યાં જિયોના કારણે ઉંઘ ઉડી ગઈ છે, તેવામાં જિયો પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે કોઈ જ કસર છોડી રહી નથી. સસ્તી કોલિંગને લઈને જ્યાં જિયો સૌથી આગળ નિકળેલું છે તો ઈન્ટરનેટની સ્પીડ બાબતે પણ જિયો દરેક મહિને બાજી મારતું નજરે પડી રહ્યું છે. ભારતીય દૂરસંચાર વિનિયામક પ્રાધિકરણ (TRAI) અનુસાર જુલાઈ 2018માં સ્પીડ બાબતે જિયો સૌથી આગળ છે.
જુલાઈ 2018ની ટ્રાઈની સ્પીડ ટેસ્ટ રિપોર્ટમાં જિયોએ ફરીથી ટોપ રેન્ક મેળવી લીધો છે. જિયો 22.3 એમબીપીએસની સરેરાશ ડાઉનલોડિંગ સ્પીડ સાથે સૌથી આગળ છે. જ્યારે આ મહિના દરમિયાન ગૌર ધ્યાન આપવા જેવી બાબતે તે પણ રહી કે જિયોની સ્પીડ એરટેલની ડાઉનલોડ સ્પીડથી બેગણી રહી તો આઈડિયા અને વોડાફોનની સરખામણીમાં જિયોની ત્રણ સ્પીડ ત્રણ ગણી રહી. આ વર્ષે જિયો સતત સાતમા મહિને ડાઉનલોડિંગ સ્પીડ બાબતે સૌથી આગળ રહ્યું છે.
જાણો કોની કેટલી સ્પીડ
જણાવી દઈએ કે, આ વર્ષે જૂનના અંતિમ મહિનામાં સરેરાશ ડાઉનલોડિંગ સ્પીડ જિયોની જ્યાં 19.9 એમબીપીએસ રહી છે, તો તેના વિરૂદ્ધ એરટેલની સ્પીડ 9.7 એમબીપીએસ રહી. તે ઉપરાંત વોડાફોનની સ્પીડ 6.4 એમબીપીએસ રહી તો આઈડિયાની સ્પીડ 6.2 એમબીપીએસ રહી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર