કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે મોટાભાગના લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે. કોરોના વાયરસથી લડવા માટે સરકારે મોટા-મોટા પગલા ભરી રહી છે. દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ઘરે બેઠેલા લોકો મોબાઈલ ડેટા પણ વધારે ઉપયોગ કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખતા રિલાયન્સ JIOએ હાલમાં જ 4જી ડેટા વાઉચર્સમાં ફેરફાર કર્યો છે. કંપનીએ પોતાના સસ્તા ડેટા વાઉચર્સમાં મળતા બેનિફિટ્સને ડબલ કરી દીધા છે.
JIO 4જી ડેટા વાઉચર્સમાં એકદમ ઓછી કિંમતવાળા કેટલાક રિચાર્જ પ્લાન પણ છે. જેમાં 11 રૂપિયા, 21 રૂપિયા, 51, રૂપિયા અને 101 રૂપિયાનો પ્લાન પણ છે.
વાત કરીએ આમાં 21 રૂપિયાના પ્લાનની તો, તેમાં 1જીબીના બદલે હવે અનલિમિટેડ 2જીબી આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં કોલિંગ માટે તેમાં 500 મિનિટ પણ આપવામાં આવશે, એટલે કે જીયો ટૂ નોન જીયો એટલે કે, જીયોથી કોઈ અન્ય નેટવર્ક માટે કરી શકાશે.

જીયો ન્યુ પ્લાન
199 રૂપિયાના સસ્તા પ્લાનમાં પણ અનેક સુવિધા
199ના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. ઈન્ટરનેટ ડેટા તરીકે તેમાં ગ્રાહકોને રોજ 1.5 જીબી ડેટા મળતો હતો. આ સિવાય 199 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવતી હતી.
કોલના આ પ્લાનમાં ગ્રાહકને જીયો ટૂ જીયો ફ્રી અનલિમિટેડ કોલિંગ મળે છે. બાકી નેટવર્ક માટે તેમને 1000 મિનિટ આપવામાં આવી રહી છે. આ સિવાય 199 રૂપિયાના આ પ્લાનમાં પણ જીયો એપ્સનું મફત સબ્સક્રિપ્શન મળે છે. એપ્સમાં જીયો સાવન, જીયો સિનેમા જેવી એપ્સ છે, જ્યાં હજારો ફિલ્મ અને ગીતનો આનંદ લઈ શકાય છે.