Jioનો શાનદાર પ્લાન, એક વખત કરાવો રિચાર્જ અને 3 મહિના સુધી બધું જ ફ્રી

જાણો, જિયોનો આ પ્લાન, જેમા ગ્રાહકો મફતમાં સેવાઓનો લાભ લઈ શકે છે.

જાણો, જિયોનો આ પ્લાન, જેમા ગ્રાહકો મફતમાં સેવાઓનો લાભ લઈ શકે છે.

  • Share this:
    રિલાયન્સ જિયોની ફ્રી કોલિંગ સર્વિસ અને સસ્તા ડેટા પ્લાનનો ફાયદો આપણે ઉઠાવી રહ્યા છીએ. જિયોના આગમનથી ગ્રાહકોને મફત સેવાઓ મળી રહી છે. કંપનીની અનેક યોજનાઓમાં એક વખત રિચાર્જ કરી ગ્રાહકો લગભગ સમગ્ર વર્ષ દરમિયાન મફત સેવાઓનો લાભ લઇ શકે છે, જિયોને લોન્ગ ટર્મ પેક વર્ગમાં મૂકવામાં આવે છે આ પ્લાનમાં ગ્રાહકોને 360 દિવસની માન્યતા મળે છે. પણ આ પ્લાનમાં ગ્રાહક 449 રુપિયાના રિચાર્જ પર ત્રણ મહિના માટે મફત સર્વિસનો લાભ ઉઠાવી શકો છો. જાણો આ ઓફર વિશે.

    આ સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે ગ્રાહક

    આ યોજનામાં ગ્રાહકોને 449નું રિચાર્જ કરવાની જરૂર પડશે, જેની માન્યતા 91 દિવસ (3 મહિના) છે. આ યોજનામાં ગ્રાહકને દરરોજ 1.5 જીબી ડેટા મળશે, એટલે કે 136.5 ડેટાનો ડેટા. આ પ્લાનમાં અનલિમિટેડ (100 પ્રતિ દિવસ) એસએમએસનો ફાયદો પણ મળશે, આ ઉપરાંત કોલિંગ સર્વિસની વાત કરીએ તો 449 રુપિયાના રિચાર્જ પર અનલિમિટેડ કૉલ્સનો લાભ લઈ શકો છો.



    ક્રિકેટ માટે છે આ વિશેષ

    રિલાયન્સ જિયોએ તાજેતરમાં તેના યૂઝર્સ માટે શ્રેષ્ઠ ડેટા પ્લાન રજૂ કર્યો છે. જિયો ક્રિકેટ સીઝન ડેટા પેક (Jio Cricket Season Data Pack) નામની આ નવી પ્રિપેઇડ રિચાર્જ યોજના માટે યૂઝર્સને ફક્ત રૂ. 251નું રિચાર્જ કરવાનું રહેશે. જેમા 51 દિવસ માટે 102 જીબી ડેટા મળશે.



    આ યોજના વિશેની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ડેટા પેક આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ના તમામ ક્રિકેટ મેચોના લાઇવ સ્ટ્રીમિંગને જોઈ શકશે. જિયો આ યોજના વિશે કહે છે કે આ પેક 2019 ક્રિકેટ વર્લ્ડ કપના તમામ મેચોના લાઇવ સ્ટ્રીમિંગ માટે પૂરતુ છે. જો યૂઝર્સે હોટસ્ટારને સબ્સ્ક્રાઇબ કરેલું નથી, તો પણ તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે. મેચો સ્ટ્રીમ કરવા માટે યૂઝર્સો Hotstar અને JioTV દ્વારા તેને પસંદ કરી શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published: