Home /News /tech /

ફેસબુક કોન્ફરન્સમાં આ કુતરો રહ્યો આકર્ષણનું કેન્દ્ર, 2 કરોડ 60 લાખ છે ફેન્સ

ફેસબુક કોન્ફરન્સમાં આ કુતરો રહ્યો આકર્ષણનું કેન્દ્ર, 2 કરોડ 60 લાખ છે ફેન્સ

    ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગની કોન્ફરન્સમાં એક કુતરો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ કુતરા કોઇ સામાન્ય નથી પરંતુ આખી દુનિયામાં પ્રખ્યાત ઇન્સટાગ્રામ પરનો સેલિબ્રિટી ડોગ 'જિફ પોમ' છે. જિફ પોમે મંગળવારે કેલિફોર્નિયામાં થયેલી ફેસબુકની વાર્ષિક ડેવલોપર કોન્ફરન્સમાં જોરદાર આકર્ષણ જમાવ્યું હતું. માર્ક ઝકરબર્ગે જિફ પોમની મદદથી એફ8 કોન્ફરન્સમાં ઇન્સ્ટાગ્રામનો નવા ઓગ્મેન્ટિડ રિયાલિટી ફિલ્ટર્સ રજૂ કર્યા છે.

    જિફ પોમને આ કોન્ફરન્સમાં થોડા સમય માટે સ્ટેજ પર લાવવામાં આવ્યો હતો.

    કોણ છે જિફ પોમ
    -જિફ પોમ ઇન્સ્ટાગ્રામનો સેલિબ્રિટી ડોગ છે.
    -આ ડોગના ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડ 60 લાખથી વધારે ફેન્સ છે. જે કોઇપણ સેલિબ્રિટીથી વધારે છે.
    -મંગળવારે જિફે ઇન્સ્ટાગ્રામનું એક નવું ફીચર જાહેર કરવામાં ઝકરબર્ગની મદદ કરી હતી.
    -આ ફીચર એઆર કેમેરા ઇફેક્ટ પ્લેટફોર્મ પર કામ કરે છે.
    -જિમ ત્રણ વાર ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ જીતી ચુક્યો છે.
    -તેની પોતાની વેબસાઇટ છે.

    શું છે નવું ફીચર?
    આ ફીચર દ્વારા યુઝર્સ ફેસ ફિલ્ટર અને ઇફેક્ટને માત્ર બનાવી જ શકશે પરંતુ શેર પણ કરી શકશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dog, Facebook

    આગામી સમાચાર